વર્ષ અથવા 150,000 કિમીની અસરકારક વોરન્ટી સાથે ગ્રાહક માલકી અને સંતોષમાં ક્રાંતિ લાવ્યા પછી સ્કોડો ઓટો ઈન્ડિયા દ્વારા કુશાક ઓનિક્સ એડિશન લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે. ઓનિક્સ એડિશન ગ્રાહકોને વધુ સંતોષ અને ઉચ્ચ મૂલ્ય આપવાના લક્ષ્ય સાથે ગ્રાહકોના ફીડબેક પર આધારિત રજૂ કરવામાં આવી છે.
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પીટર સોલ્કે જણાવ્યું હતું કે, “કુશાક ઈન્ડિયા 2.0 પ્રોજેક્ટ હેઠળ પ્રથમ લોન્ચ હતી અને ભારતમાં અમારી વૃદ્ધિની મહત્ત્વાકાંક્ષામાં મહત્ત્વપૂર્ણ રહી હતી. ગ્રાહકોના પ્રવાહો અને અગ્રતાઓની રેખામાં અમારી પ્રોડક્ટ રેન્જને તાજગીપૂર્ણ અને સમકાલીન રાખવા 2023 અને પછી વૃદ્ધિ વધારવાના અમારા પંથમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અને નવી કુશાક ઓનિક્સ એડિશન તે દિશામાં પગલું છે. અમે ભારતની સૌથી સુરક્ષિત કારના સર્વોચ્ચ વેરિયન્ટમાં જ અગાઉ ઉપલબ્ધ હતી તેવા અમુક ફીચર્સ રજૂ કર્યા છે, જે અમારા ગ્રાહકો અને ચાહકોને ઉચ્ચ મૂલ્ય અને વ્યાપક પસંદગી આપે છે.”
ઓનિક્સ એડિશન સ્કોડાની બેસ્ટ સેલિંગ એસયુવીના વર્તમાન એક્ટિવ અને એમ્બિશન વેરિયન્ટ્સની વચ્ચે છે. એક્સટીરિયર્સમાં કુશાક ઓનિક્સ એડિશનને ડેટાઈમ રનિંગ લાઈટ્સ સાથે સ્કોડા ક્રિસ્ટલાઈન એલઈડી હેડલેમ્પ્સ મળ્યા છે, જે અગાઉ ઉક્ત એમ્બિશન અને તેથી ઉપર માટે જ ઉપલબ્ધ હતા. વધુ એક માગણી કરાતી વિશિષ્ટતામાં રિયર માટે વાઈપર અને ડિફોગર છે, જે ઓનિક્સમાં અપાયા છે. ઉપરાંત કુશાકના આ વર્ઝનમાં સ્ટાટિક કોર્નિંગ ફંકશન અને ઓનિક્સ અલ્ટ્રામોડર્ન સાઈડ ફોઈલ્સ સાથે ફ્રન્ટ ફોગલેમ્પ્સ પણ છે. સ્ટીલ વ્હીલ્સમાં સંપૂર્ણ નવાં ટેકટોન વ્હીલ કવર્સ પણ છે અને એસયુવીનું બી- પિલર તેની પર ઓનિક્સ બેજ ધરાવે છે.
આ ઉમેરા ઈન્ટીરિયરમાં પણ કરાયા છે, કારણ કે ઓનિક્સ એડિશનને ઓટો એસી અને એર કેર ફંકશન સાથ સ્કોડા ટચ કંટ્રોલ ક્લાઈમેટ્રોનિક મળ્યું છે, જે ફીચર એમ્બિશન અને તેની ઉપરમાં જ ઉપલબ્ધ છે. ઉપરાંત સ્કફ પ્લેટ પર ઓનિક્સનું ઈન્સ્ક્રિપ્શન છે, જે સાથે ફેબ્રિક ઈન્સર્ટસ સાથએ નવી ઓનિક્સ ડિઝાઈન પરફોર્રેટેડ લેધરેટ સીટ્સ છે. કારના ગ્રાહકોને સ્ટાન્ડર્ડ તરીકે ઓનિક્સ- ઈન્સ્ક્રાઈબ્ડ ટેક્સટાઈલ મેટ્સ અને મેમરી ફોમ કુશન્સ પણ અપાય છે.
ઓનિક્સ સ્પેશિયલ એડિશ ન ખાસ સ્કોડા ઓટો ઈન્ડિયાના સિદ્ધ 1.0 TSI ટર્બો- ચાર્જડ 3- સિલિંડર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. તે 85 kW પાવર અને 178 Nm ટોર્ક વિકસાવે છે અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન માટે મેટેડ છે. કુશાકનું ઓક્ટોબર 2022માં નવા અને કઠોર પ્રોટોકોલ્સ હેઠળ ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ ક્રેશ પરીક્ષણ કરાયું છે. એસયુવીએ પુખ્ત પ્રવાસીની સુરક્ષા માટે 34માંથી 29.64 પોઈન્ટ્સ મેળવ્યા છે, જ્યારે બાળકોની સુરક્ષા માટે શક્ય 49 પોઈન્ટ્સમાંથી 42 મેળવ્યા છે. પાંચ મહિના બાદ પણ સ્કોડા કુશાક ભારતમાં બનાવવામાં આવેલી કારમાં ક્રેશ સેફ્ટી માટે ટોચ પર છે.
કુશાક MQB-A0-IN મંચ પર બેસે છે, જે ભારત અને ઝેક રિપબ્લિકમાં ટીમો દ્વારા ભારત માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે. તે ઉચ્ચ લોકલાઈઝેશન- 95 ટકા પર કેન્દ્રિત રાખીને ડિઝાઈન કરાઈ છે અને માલિકીનો ખર્ચ કિલોમીટર દીઠ રૂ. 0.46 જેટલા ઓછાથી શરૂ થાય છે. કુશાક જુલાઈ 2021માં રજૂ કરવામાં આવી હતી અને આ મંચ પર સ્કોડાની બીજી પ્રોડક્ટ સ્લાવિયા સેડાને માર્ચ 2022માં પદાર્પણ કર્યું હતું.
સ્કોડા ઓટો ઈન્ડિયાએ 53,721 યુનિટ્સના વેચાણ અને વાર્ષિક 125 ટકાની વૃદ્ધિની દ્રષ્ટિએ તેનું સૌથી મોટું વર્ષ 2022માં નોંધાવ્યું હતું.
કિંમતનો સારાંશઃ
મોડેલ | 1.0 TSI (MT) |
સ્કોડા કુશાક ઓનિક્સ | INR 12,39,000 |