તાજેતરમાં જ નોમિનેશન્સ જાહેર કરાયેલ અને અત્યંત ચર્ચિત ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨’, જેનું આયોજન ૧૮ થી ૨૦ માર્ચ, ૨૦૨૩ દરમિયાન દુબઈ માં થયેલ હતું, તે હવે આગામી મેં મહિનામાં દુબઈ ખાતે જ યોજાશે.
તીહાઈ – ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ડૉ. જયેશ પાવરા દ્વારા ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧- ૨૨’ નું સંયુક્ત રીતે આયોજન થઈ રહ્યું છે. આ એવોર્ડ્સનો મુખ્ય ધ્યેય ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકાર કસબીઓને સમ્માનિત કરવાનો છે. આ માટે નોમિનેટ થયેલી ફિલ્મોના કલાકારો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અન્ય નામાંકિત લોકોને દુબઈ ખાતે લઈ જઈને આ એવોર્ડ્સની ઉજવણી થઇ રહી છે.
હવે આ અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મે મહિનામાં યોજવા જઈ રહ્યાં છે, તેનું કારણ જણાવતાં તીહાઈ – ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ડૉ. જયેશ પાવરા એ જણાવ્યું હતું કે, “આજકાલ ખૂબ જ ગુજરાતી ફિલ્મો ના શુટિંગ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગના ગુજરાતી ફિલ્મના કલાકારો કોઈને કોઈ રીતે વ્યસ્ત છે તેથી સૌની લાગણી ને ધ્યાનમાં રાખી, સૌ કલાકારો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે હેતુથી ૧૯ માર્ચે યોજાનાર આ એવોર્ડ્સ હવે મે મહિના માં યોજશે. જેની તારીખ ખુબ જલ્દી જાહેર કરવામાં આવશે.–