૫ માર્ચ, ૨૦૨૩ના રોજ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સફળ ટ્રાયમ્ફ રિયુનિયન મીટનું આયોજન એલિમેન્ટોસ ખાતે કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિનિક્સ સંસ્થાના વિદ્યાર્થીઓ એ ઝડપથી વિકસતા યુએસ ટેક્સ અને એકાઉન્ટિંગ ઉદ્યોગમાં પોતાના સિદ્ધિઓ અને વિદ્યાર્થી જીવન થઇ લઇ વ્યાવસાયિક દુનિયા સુધી એમના સફરની ઉજવણી વિશે અનુભવો શેર કર્યા હતા.
સંસ્થાના ફાઉન્ડર શ્રી હર્ષિલ ત્રિવેદી અને શ્રી વિવેક શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં વધુ સફળતા હાંસલ કરવા માટે દ્રઢતા, સખત મહેનત અને સમર્પણના મૂલ્ય પર ભાર મૂક્યો હતા. તેઓએ વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટ્રેન્ડ અને ઇનોવેશન્સ સાથે ક્રિયામૂલક શિક્ષણ ચાલુ રાખવા અને તેમના જ્ઞાન અને ક્ષમતાઓને સતત વિકસિત કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
ટ્રાયમ્ફ રિયુનિયન મીટ એ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકબીજા સાથે વાતચીત કરવા, નેટવર્કિંગ કરવા,અનુભવો શીખવા, મૂલ્યવાન સમજ મેળવવા અને તેમના સફળતાની સ્ટોરીઓ શેર કરવા માટે એક સરસ પ્લેટફોર્મ અને ઘણી તકો પૂરી પાડી હતી.
ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટને છેલ્લાં બે વર્ષમાં તેની સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં અને યુએસ ટેક્સ અને એકાઉન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં 400 થી પણ વધુ વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં ગર્વ અનુભવાય છે. નાના શહેરોના વિદ્યાર્થીઓ માટે તાલીમ અને જોબ પ્લેસમેન્ટની તકો પૂરી પાડવા માટે KSV યુનિવર્સિટી સાથે MOU પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. આ સંસ્થામાં માત્ર ત્રણ મહિનામાં જ , આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે અને આકર્ષક પગાર પેકેજ સાથે નોકરીમાં મૂકવામાં આવે છે. આ સંસ્થા યુવા પ્રતિભાને સંવર્ધન કરવા અને તેમની પસંદ કરેલી કારકિર્દીમાં સફળતા હાંસલ કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ટ્રાયમ્ફ રિયુનિયન ઈવેન્ટે તેના વિદ્યાર્થીઓને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપવા માટે સંસ્થાની કમીટમેન્ટ દર્શાવી હતી. આ સંસ્થા શરૂઆત થી જ યુવા દિમાગને તકો આપવા અને તેમની કારકિર્દી શરૂ કરવા માટે તેમને વ્યવહારુ એક્સપોઝર આપવા માટે સમર્પિત છે.
ફિનિક્સ સંસ્થા લેટેસ્ટ ટ્રેન્ડ અને ટેકનિક સાથે શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે, તેથી જ તે યુએસ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ (CPA) અને રજીસ્ટર એજન્ટ (EA) જેવા માન્યતાપ્રાપ્ત વ્યાવસાયિક અભ્યાસક્રમોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે અને જરૂરી જ્ઞાન તથા કૌશલ્યોથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.