અનન્ય 1.0, 1.1 અને 1.2ની સફળતા બાદ અમદાવાદના સાયન્સસીટી રોડ ખાતે આવેલ પ્રખ્યાત સ્કમૂઝ રેસ્ટ્રો કાફે દ્વારાઆર્ટ એક્ઝિબિશન અનય 1.3 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે તેમાં દરેક ઉંમરના આર્ટિસ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આમાં, 30 જેટલાં વિદ્યાર્થીઓએ પોતાની પેઇન્ટિંગ્સની કળા દ્વારા પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે. 25મી અને 26મી ફેબ્રુઆરી, 2023 એટલે કે શનિવાર અને રવિવારના રોજ આ આર્ટ એક્ઝિબિશનનું આયોજન સાંજે 5-30 કલાકે થી રાત્રીના 10-00 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સ્ક્મૂઝ રેસ્ટ્રો કાફે, માલિક, શ્રી સુનિલ મોદીએ જણાવ્યું સ્ક્મૂઝ રેસ્ટ્રો કાફે ખાતે 25મી ફેબ્રુઆરીના રોજ આ એક્ઝિબિશન ઓડિયન્સ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ વિશે જણાવતાં સ્ક્મૂઝ રેસ્ટ્રો કાફેના ઓનર સુનિલ મોદીએ એ જણાવ્યું હતું કે, “અમે હંમેશાથી કાંઈક અલગ કરવા માંગીએ છીએ. અને આ આર્ટ એક્ઝિબિશનનું સફળતાપૂર્વક ચોથી વખત આયોજન થઈ રહ્યું છે. મોટા-મોટાં આર્ટિસ્ટ હંમેશા પોતાની પ્રતિભાઓ દર્શાવે છે, પરંતુ વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટોને આવી તક ખૂબ ઓછી વાર મળે છે. તેથી અમે તેમનામાં રહેલું ટેલેન્ટ બહાર લાવવા માંગીએ છીએ.”
આ આર્ટ એક્ઝિબિશનમાં કાજલ સજનાની, વ્યોમેશ નિમાવત, રંગલાયા બાય અર્પિતા, પ્રેય પટેલ, દેવાંશી રસાલાવાળા, ધૃતિ પટેલ, સીમા જૈન, આશ્કા મેહતા તથા અંકિત બિશ્નોઇ આર્ટીસ્ટો દ્વારા પોતાની પેઈન્ટિંગ્સ,આર્ટ વર્કસ,સ્કેચ,કેનવાસ પેઇન્ટિંગ પ્રદશરશિત કરી હતી.
વર્ષ 2005માં પોતાની શરૂઆતથી જ સાનેલાઇટ ગ્રુપ ઉત્તરોઉત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. નૈતિકતા અને જુસ્સો એ સાનેલાઇટ ગ્રુપના પાયાને વધુને મજબૂત બનાવી રહ્યાં છે. આજે આ ગ્રુપ રાજ્યના સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલા બિઝનેસ ગ્રુપ પૈકી એક તરીકે ઉભરી આવ્યું છે. સાનેલાઇટ ગ્રુપ રિન્યુએબલ એનર્જી, રીયલ એસ્ટેટ, સેનેલાઇટ સિનેમા,રેસ્ટોરન્ટ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ફિટનેશ, ટ્રેઇનીંગ એન્ડ ડેવલપમેન્ટ, વર્કસ્પેસ, એન્ટરટેઇનમેન્ટ, વેલ્ફેર અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more