ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વર્લ્ડ લીડર શ્રદ્ધેય શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જયારે ન્યુ ઇન્ડિયા બની રહ્યું છે અને દુનિયાભરની કંપનીઓ ભારત દેશમાં રોકાણ કરવા તત્પર છે તે અનુસંધાનમાં વોટર ટ્રીટમેન્ટમાં જેમની કુશળતા છે અને જે દુનિયાભરમાં પ્રખ્યાત છે તેવી યુએસએ અને કેનેડા બેઝ કંપની સ્વીફ્ટ ગ્રીન ફિલ્ટર્સ જે ભારતમાં અલ્ટ્રા સ્વીફ્ટ ગ્રીન ફિલ્ટરેશન પ્રાઇવેટ લિમિટેડ નામે વોટર ફિલ્ટર અને વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજીમાં ” સ્વસ્થ ભારત , સ્વસ્થ પ્રજા ” અંતર્ગત હર ઘર સ્વચ્છ જળ પહોંચાડવાના અભિગમ સાથે પ્રદાર્પણ કરી રહી છે. આ લોન્ચ ઇવેન્ટ માં ડો રમેશ સુરી, ડો અજય દેસાઇ, ડો નિશાંત શાહ, શ્રી પવન મિશ્રા ઉપસ્થિત રહયા હતા.
સ્વીફ્ટ ગ્રીન ફિલ્ટર્સ નું ભારતમાં તેમનો પહેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બેંગ્લોર ખાતે સ્થપાઈ રહ્યો છે અને કંપનીની કોર્પોરેટ ઓફીસનો અમદાવાદ મહાનગર ખાતે શુભારંભ થઈ રહ્યો છે. આ વિશ્વની પહેલી ટેકનીક છે જે પાણીમાંથી દ્રાવ્ય અને બિન-દ્રાવ્ય ભારે ધાતુઓ જેમ કે લીડ પારો, કેડમ્યુમ, આર્સેનિક અને ફાર્માસ્યુટિકલ દૂષણને ઘટાડે છે. આ ટેક્નોલોજી ના મુખ્ય ફાયદાઓ માં પાણીનો બગાડ નહીં, વીજળી નો ઉપયોગ નથી, પર્યાવરણ અને ટકાઉપણું માટે સરસ છે અને પાણીનો પ્રવાહ ખુબજ સારો હોય છે.
આ ટેક્નોલોજી નો મુખ્ય મુખ્યત્વે ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ઇલેક્ટ્રોપ્લેટિંગ કંપનીઓ, રંગો અને પ્રક્રિયા કંપનીઓ, ખાદ્ય ઉદ્યોગો જેવામાં થઈ શકે છે. યુએસએ અને કેનેડા બેઝ કંપની સ્વીફ્ટ ગ્રીન ફિલ્ટર્સ અને ભારતની કંપની અલ્ટ્રા સ્વીફ્ટ ગ્રીન ફિલ્ટરેશન પ્રાઇવેટ લિમિટેડ ના પ્રમોટર ડો . રમેશ સુરી છે તથા અલ્ટ્રા સ્વીફ્ટ ગ્રીન ફિલ્ટરેશન પ્રાઇવેટ લિમિટેડમાં ડો. અજય દેસાઈ ગ્લોબલ પાર્ટનર છે અને ડૉ . નિશાંત શાહ ચીફ ઓપરેટિંગ ઓફિસર પદ પર છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more