ભગવાન બુદ્ધની પ્રાગટ્યની ભૂમિ અને વિશ્વશાંતિ સૌથી મોટી ધરોહર-લુમ્બિનીથી કથા શરૂ કરતા પહેલા એક નાનો કાર્યક્રમ યોજાયો.લુમ્બિની વિકાસકોષના ઉપપ્રમુખ ભિક્ષુ સુમૈત્રીજી- ભંતે ગુરુજી અને આ રામકથાના સંયોજક રાજેશ અગ્રવાલજી તરફથી સ્વાગત થયું.આ તકે નેપાળ સરકારના વિવિધ પ્રતિનિધિઓ, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન,રાજ્ય વિધાનસભાના સભ્યો, કાયદા મંત્રાલયના સભ્યો,સાંસદો,ભૂતપૂર્વ સાંસદો, વિવિધ સંસ્થાઓના અધિકારીઓ,મેયર,ડેપ્યુટી મેયર,એસપી,તમામ સુરક્ષા અધિકારીઓ,ઉદ્યોગ મંડળ,લુમ્બિની હોટેલ એસોસિએશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઓશો કેન્દ્રનાં સ્વામી અરુણ સ્વામીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ભિક્ષુ મિત્રજીએ વિશ્વશાંતિ વિશે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક માર્ગના પૂજ્ય-સંત આચાર્ય-ગુરુજી-મોરારી બાપુનું વિશ્વ શાંતિની મહાન ભૂમિ પર-પવિત્ર જન્મભૂમિ પર કૃતજ્ઞતા સાથે સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ૫૬ વર્ષ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ થયો હતો.મહાસભા અને લુમ્બિનીનો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો.તેમણે કહ્યું કે આવનારી સદી એશિયાની છે.
ભવિષ્યને નિશ્ચિત કરવા માટે કોઈની જરૂર છે.સત્ય પ્રત્યે, પ્રેમ પ્રત્યે,કરુણા પ્રત્યે ભગવાન બુદ્ધનો પ્રભાવ વિશ્વના તમામ દેશોમાં અનુભવાયો છે.ભૂતકાળમાં આપણા પૂર્વજોએ માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ બધા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે.પોતાની યાદોને વાગોળતા જાલાન પરિવાર વતી જણાવવામાં આવ્યું હતું કે સારનાથની કથામાં છેલ્લી કથામાં દાદા નિમિત્ત બન્યા હતા અને ત્યારપછી આજે ત્રણ પેઢીઓ એ જ કથા સાંભળવા જઈ રહી છે.*કથાની બીજ પંક્તિઓ:**ભાષાબધ્ધ કરબિ મૈં સોઇ;**મોરે મન પ્રબોધ જેહિ સોઇ.**(બાલકાંડ:૩૦-૨)**બુધ બિશ્રામ સકલ જનરંજનિ;**રામકથા કલિ કલુષ બિભંજનિ.**(બાલકાંડ:૩૦-૫)*કથાનો પ્રારંભ કરતા બાપુએ કહ્યું કેઆપણા બધા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે ભગવાન ગૌતમ બુદ્ધ શાક્યમુનિની આ ભૂમિ પર ભગવાન બુદ્ધના જીવનમાંથી પ્રકાશ અને પ્રેરણા મેળવવા અહીં આવ્યા.જો કોઈ મને પૂછે તો હું એટલું જ કહી શકું કે ભગવાન બુદ્ધ કરુણાના અવતાર છે.જોકે કરુણામૂર્તિ શબ્દનો ઉપયોગ સાહિત્ય અને અન્ય ગ્રંથોમાં થયો છે પણ મારી દૃષ્ટિએ તે શાશ્વત કરુણાવતાર છે.કથા ગાવા શાંતિ, સંવાદિતા,સંવાદ,સદ્ભાવના,પરસ્પર પ્રેમ અને કરુણાના અનુષ્ઠાન કરવા પરમ પવિત્ર ભૂમિ પર આવવાની મારી પણ પ્રબળ ઈચ્છા હતી.ગઈકાલે પ્રાગટ્ય ભૂમિની મુલાકાત લીધી હતી અને સાત્વિક સમારોહમાં વડા ભિખ્ખુની શાલીનતા, સૌમ્યતા અને સંવાદને વંદન કરતા અને સૌને નમન કરતા બાપુએ કહ્યું કે હું ૭૦ વર્ષથી બોલું છું મને ભગવાન બુદ્ધ પાસેથી બુદ્ધપુરૂષ શબ્દ મળ્યો છે અને ઓશોએ તેનું સમર્થન કર્યું છે.
ભગવાન બુદ્ધ અહીં ૨૫૦૦ વર્ષ પહેલા પ્રગટ થયા હતા.જેટલા બુદ્ધ પુરુષો ત્યાં આ જ સમયગાળામાં આવ્યા હશે,મારો અંગત મત છે,તમારે બધાને માનવું જરૂરી નથી,પરંતુ બુદ્ધને પહેલા વંદન કરવા લાયક માનું છું.રામકથાના તમામ પુષ્પો અત્તર સ્વરૂપે લેતા,સાર સ્વરૂપે કયો સંદર્ભ પસંદ કરવો જે મનને,તમને,મને વિશેષ આનંદ આપે?હું વિચારી રહ્યો હતો.શું મારે માનસ લુમ્બિની પર બોલવું જોઈએ? ક્યારેય માનસ બુદ્ધપુરુષ પર બોલવાનું વિચાર્યું છે,પછી માનસ બુદ્ધભગવાન પર બોલવાનું વિચાર્યું પણ આપણી ઓકાત ક્યાં છે! બુદ્ધ તો કરુણાનો સાગર છે,કોણ બોલી શકે? તેથી માનસ બુધ્ધત્વ પર બોલવાનું નક્કી કર્યું.આ કેન્દ્રીય વિષય છે.મારા અને તમારા મનને ઉજાગર કરવા બાલકાંડની બે પંક્તિઓ લીધી.ભગવાન બુદ્ધે તેમના ઉપદેશોમાં,પ્રવચનોમાં,દેષણાઓમાં પાલી ભાષાને પ્રાધાન્ય આપ્યું હતું.તેઓ આમ જનતા સુધી પહોંચવા માંગતા હતા અને જો તમે તુલસીજીને જુઓ તો તેમણે ભોજપુરી,અવધી અને બ્રજ ભાષાનો આશ્રય લીધો છે, જો આ ત્રણેય ભાષાઓનો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો રામચરિતમાનસને લઈને આજે ચાલી રહેલા તમામ વિવાદોનો અંત આવશે.લોક બોલીમાં ભગવાન બુદ્ધ આવ્યા અને તુલસીજી પણ આવ્યા.તેથી જ મેં આ પંક્તિ પસંદ કરી.ગ્રામ્યગિરામાં રચાયેલ રામચરિતમાનસ સાક્ષર લોકોને આરામ આપવા જઈ રહ્યું છે.આ સાક્ષર લોકો જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ ચોપાઇનો ખાટલો ઢાળીને આરામ મેળવી શકે છે.તમામ જનતાનાં મનને રંજન મળે અને કલયુગના કલુષ,મલિનતા, પાપોનો નાશ કરનારી આ કથા છે.મારા બુદ્ધ પુરુષ મારા ગામના એક ખૂણામાં બેઠા હતા જ્યાંથી મને આ સદ્ગ્રંથ મળ્યો.રામચરિતમાનસની સંવાદી ચર્ચામાં બુદ્ધની પ્રેરણાથી જ બુધ્ધનાં જીવનનાં સાત કાંડ જોઉં છું: બાલકાંડનો સાર છે:નિર્દોષતા.બુદ્ધની યાત્રાનું પ્રથમ પગલું નિર્દોષતા છે.માણસ ત્રણ રીતે દોષિત હોય છે: બાળક જન્મથી નિર્દોષ હોય છે,પણ ક્યાંક ને ક્યાંક વાત, પિત્ત અને કફની ખામી બાળકમાં ઉતરી જાય છે.જ્યારે બાળક મોટું થાય છે ત્યારે સંગનો દોષ દાખલ થાય છે.ખરાબ સંગતના કારણે તે ખરાબ કર્મમાં ફસાઈ જાય છે.પરંતુ ભગવાન બુદ્ધના જીવનમાં જન્મથી, કર્મોથી અને સંગથી કોઈ દોષ નથી,તે ત્રણેય રીતે નિર્દોષ છે.ભગવાન બુદ્ધનું બાળપણ ત્રણેય વિધાથી નિર્દોષ છે.અયોધ્યાકાંડ એ યુવાનીનો કાંડ છે.
યુવાનીમાં રાજ્ય છોડીને રામને વનમાં જવું પડ્યું હતું અને બુદ્ધે પણ યુવાનીમાં ત્યાગ કર્યો.અરણ્યકાંડ એ તપસ્યાનો કાંડ છે.ભગવાન બુદ્ધના જીવનનો અરણ્યકાંડ તપસ્યાથી ભરેલો છે,કડી-કઠોર તપસ્યા છે. યુવાનીમાં પણ અમુક દોષ હોય છે,તપસ્વીમાં પણ અમુક દોષ હોય છે પણ બુદ્ધ તમામ દોષોથી મુક્ત છે.કિષ્કિંધકાંડનો સાર મિત્રતા છે.ભગવાન બુદ્ધના જીવનમાં મિત્રતા શબ્દે વિશ્વને શીતળ પ્રકાશ આપ્યો છે.મિત્રતાના કોઇ દોષ બુધ્ધમાં દેખાતા નથી.પાંચમો-સુંદરકાંડ બુદ્ધ ખૂબ જ સુંદર છે.આંતરિક બાહ્ય જીવન સુંદર છે.નિર્દોષતા, ઉદાસીનતા,વ્રત,તપ,મૈત્રી,સુંદરતાના આવવાથી સંઘર્ષ શરૂ થાય છે.આ લંકાકાંડ એ જીવન સંઘર્ષની પરાકાષ્ઠા છે.જ્યારે બોધ આવે છે ત્યારે દરેક વ્યક્તિમાં આવે તે સ્વાભાવિક છે.ઉત્તરકાંડ એ કરુણાના અવતારનો કાંડ છે.બુધ્ધ જેને નિકટ ન પડે તેનું દુર્ભાગ્ય!બાલકાંડમાં બુદ્ધ નિર્દોષાવતાર છે.અયોધ્યાકાંડમાં ઉદાસિનાવવતાર,અરણ્યકાંડમાં તપસ્યા અવતાર, કિષ્કિંધમાં મૈત્રીઅવતાર,સુંદરકાંડમાં સુંદરાવતાર, બુદ્ધ લંકાકાંડમાં સંઘર્ષાવતાર અને ઉત્તરકાંડમાં કરુણાવતાર છે.બુધ્ધત્વ આવે ત્યાં યુધ્ધત્વ બચતું નથી.હનુમંત વંદના સાથે આજની કથાનું સમાપન થયું.
*શું છે લુમ્બિની?*લુમ્બિની નેપાળના રૂપાંદેહી જિલ્લામાં સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ માનવામાં આવે છે. લુમ્બિની એ બૌદ્ધો માટેના ચાર મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે અને દર વર્ષે લાખો મુલાકાતીઓને આકર્ષે છે. લુમ્બિની હેરિટેજ સાઇટમાં પવિત્ર માયા દેવી મંદિર, અશોક સ્તંભ, પવિત્ર બોધિ વૃક્ષ અને વિવિધ દેશો દ્વારા બાંધવામાં આવેલા કેટલાક મઠો સહિત પુરાતત્વીય અને ધાર્મિક સ્મારકોની શ્રેણીનો સમાવેશ થાય છે. આ સ્થળને શાંતિનું પ્રતીક અને વિશ્વભરના લોકો માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે.ગઇકાલે મોરારિબાપુનાં આગમનને અહીંની પરંપરા મુજબ દિવ્ય રીતે સ્વાગત અભિવાદન થયું.આ હેરિટેજ સાઇટની અતિશય ખાસ મહેમાનોની મુલાકાત ડાયરીમાં બાપુએ હસ્તાક્ષરોમાં અહીંની દિવ્યતા,શાંતિ અને આનંદની અનુભૂતિનો સંદેશ લખ્યો.*કથાસાર બિંદુઓ:**ભગવાન બુદ્ધ પાસેથી બુદ્ધપુરૂષ શબ્દ મળ્યો છે.**બુદ્ધ તો કરુણાનો મહાસાગર છે.**સાક્ષર લોકો જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ ચોપાઇનો ખાટલો ઢાળીને આરામ મેળવી શકે છે.**માણસ જન્મથી,સંગથી,કર્મથી દોષિત હોય છે.**બુદ્ધના જીવનમાં મિત્રતા શબ્દે વિશ્વને શીતળ પ્રકાશ આપ્યો છે.**નિર્દોષતા,ઉદાસીનતા,વ્રત,તપ,મૈત્રી,સુંદરતાના આવવાથી સંઘર્ષ શરૂ થાય છે આ છે-લંકાકાંડ.**બાલકાંડમાં બુદ્ધ નિર્દોષાવતાર છે.*