નાણામંત્રી ર્નિમલા સીતારમણે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. તેની સાથે જ તેઓ દેશના પ્રથમ એવા મહિલા થઈ ગયા છે, જેમે સામાન્ય બજેટ ૫ વખત રજૂ કર્યું હોય. આજે સવારે ૧૧ કલાકથી દેશ માટે બજેટ રજૂ થવાનું શરુ થઈ ગયું હતું. નાણામંત્રી ર્નિમલા સીતારમણે એગ્રીકલ્ચર સેક્ટર માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી વધારે કૃષિ ઉત્પાદકવાળો દેશ છે. સરકાર હૈદરાબાદના ઉત્કૃષ્ઠતા કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપશે. પીએમ મત્સ્ય યોજનાની સરકાર શરુઆત કરવા જઈ રહી છે. જેના માટે ૬૦૦૦ કરોડ રૂપિયાનું સરકાર રોકાણ કરશે. માછીમારો માટે સ્પેશિયલ પેકેજ પણ સરકાર આપશે. સરકાર સહકારિતા મોડલને પ્રોત્સાહન આપી રહી છે.
ખેડૂતોને ૨૦ લાખ કરોડની લોન આપશે તથા તેને ડિજિટલ ટ્રેનિંગ આપશે. એક વર્ષ સુધી ખેડૂતોને લોનમાં છુટ મળશે. તેના પર કોઈ વ્યાજ નહીં લાગે. યુવાનો માટે પીએમ વિશ્વકર્મા યોજનાની પણ શરુઆત કરશે. ફાઈનાન્સિયલ વર્ષ ૨૦૨૨-૨૩ માટે કૃષિ ક્ષેત્રે સરકાર તરફથી ૧.૪૦ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, ૨૦૨૧-૨૨ના અનુમાનથી ખૂબ વધારે છે. આપને જણાવી દઈએ કે, હાલના સમયમાં સીમાંત ખેડૂતોને ક્રેડિટ કાર્ડ પર ૧૦,૦૦૦થી ૫૦,૦૦૦ સુધીની લોન ખૂબ જ ઓછા વ્યાજદરે મળે છે. જ્યાં ખેડૂતો આ રૂપિયા ખાતર, બિયારણ, સાધનોની ખરીદી કરી શકે.
બીજી તરફ વિતેલા વર્ષોમાં ખાતરની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે. કૃષિમાં સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ પર ભાર આપવાની સાથે નાબાર્ડના માધ્યમથી મિશ્રિત રકમવાળા ફંડની સુવિધાનું એલાન છેલ્લા બજેટમાં કેન્દ્ર સરકારે કર્યું હતું. સહ નિવેશ મોડલ અંતર્ગત એકઠી કરવામાં આવેલ નિધિનો ઉદ્દેશ્ય કૃષિ અને ગ્રામિણ ઉદ્યમમાટે સ્ટાર્ટઅપનો વિત્તપોષણ કરવાનું છે, જે કૃષિ ઉપજ મૂલ્ય સીરિઝ માટે પ્રાંસગિક છે. આ સ્ટાર્ટઅપની ગતિવિધિઓમાં અન્ય વાતોની સાથે સાથે કૃષિ સ્તર પર ભાડાના આધાર પર ખેડૂતોને મશીનરી અને એફપીઓ માટે આઈટી આધારિત સમર્થન સહિત ટેકનોલોજી સામેલ હશે.