સુખી જીવનની પરિભાષા શું હોઈ શકે? એક સારો બંગલો, ગાડી, બેંક બેલેન્સ કે પછી પરીક્ષામાં સારા માર્ક્સ, ડોલરમાં પગાર કે સરકારી નોકરી ???? શું તમે માનો છો કે સુખ માત્ર ભૌતિક વસ્તુઓમાં જ સમાયેલ છે? જો એવું જ હોત તો બધા અમીર માણસોને સફળ માણસો કહી શકાય, પણ અંદરખાને તો એમને પણ નાની અમથી તકલીફો તો છે જ, સુગરની ફેક્ટરીનો માલિક અમીરજાદો હોવા છતાં એને ડાયાબીટીસ હોય તો ? સુખ કે સફળતાને શું આપને માત્ર પૈસાથી જ માપી શકીએ ? બની શકે કે સફળ માણસ ખુશ ના હોઈ શકે – પણ ખુશ રહેનાર માણસ સફળ નિશ્ચિતપણે હોય જ ..
માટે સફળતા મેળવનાર માણસ ને ખુશ રહેતા આવડવું જોઈએ, નાના ઝુપડામાં રહેતો અને રોજ લઈને રોજ ખાનાર માણસ જો ખુશ છે તો આપની દ્રષ્ટિએ એ સફળ છે. સફળતાની કોઈ ચોક્કસ પરીભાષા નથી, બસ પરીસ્થિતિને અનુરૂપ ખુશ રહેતા આવડી ગયું એટલે તમે સફળ.
ખુશ રહેવા માટે વર્તમાનમાં જીવવું પડે, આપની આજુબાજુ એવા લોકો વસે છે કે જે પોતાની જીન્દગી ભૂતકાળ અને ભવિષ્ય પાછળ ખર્ચી કાઢે છે, જે થવાનું હતું તે થઇ ગયું હવે ભૂતકાળને યાદ કરવાથી શું ફાયદો, ભૂતકાળમાં પાછા જઈ શકાય એ શક્ય નથી ..અને જો આપણે ભવિષ્યથી દુખી છીએ તો એ સમય આવતા પહેલા આપની પાસે વર્તમાનતો છે જ. ભવિષ્યના સમયને લઈને દુખી થવાને બદલે વર્તમાનને એટલો મસ્ત બનાવી દઈએ કે વીતેલા અને આવનારા સમયમાં પણ આપણે ખુશ રહી શકીએ, સમય હાથ માંથી બહુ ઝડપથી સરકી રહ્યો છે એવા સમયને ખુશખુશાલ રીતે પસાર કરીએ એમાં જ શાણપણ છે..
સામાન્ય અભ્યાસથી એવું જાણવા મળ્યું છે કે ૯૦% તકલીફ આપણને ક્યાં ભૂતકાળથી છે ક્યાં ભવિષ્ય થી છે એટલે એનો અર્થ એમ થયો કે વર્તમાનમાં આપણને કોઈ તકલીફ છે જ નહિ , અરે જો તકલીફ છે જ નહિ તો પછી ભૂતો અને ભવિષ્યનો વિચાર કરીને વર્તમાનને શું કરવા ખરાબ ચિતરવાની જરૂર..
જો ખુશ રહેવું છે તો વર્તમાનને માણો, વર્તમાને મજબુત બનાવો. બસ પછી સફળતા કે સુખને ક્યાંય શોધવાની જરૂર નહિ પડે…
છેલ્લે…. ખુશ રહેવાની કળા એ બજારમાં વેચાતી નથી મળતી એને તો આપની અંદર ઉગાડવી પડે છે અને એ જયારે ઉગે છે ત્યારે આપની આજુ બાજુના લોકો પણ એ સુવાસનો અનુભવ કરે છે., અને આપણે ખુદ પણ મહ્નોરી ઉઠીએ છીએ…
નિરવ શાહ