અમેરીકામાં ટીકટોક સ્ટાર ક્રિસમસ શોપિંગ કરવા ગયો ને, જાહેરમાં ગોળી મારીને કરી હત્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટીકટોક સ્ટાર બુગી બુની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. મળેલ માહિતી અનુસાર તેઓ એક સ્ટોરની બહાર ક્રોસફાયરમાં ફસાઈ ગયા હતા. જ્યાં બે લોકો ઝઘડો કરી રહ્યા હતા. ત્યાં ૪૩ વર્ષીય ટીકટોક સ્ટાર અને ઇનસ્ટાગ્રામ ઇન્ફલુએંસરની હત્યા થઈ ગઈ હતી. તેઓને ગોળી વાગી ગઈ હતી અને જીવ ગુમાવ્યો હતો. 

બ્રાન્ડોન ‘બૂગી બી’ મોન્ટ્રીયલ પોતે વેરહાઉસ ડિસ્ટ્રિક્ટ કરિયાણાની દુકાનની બહાર હાજર હતા જ્યાં ગોળી ચલાવવામાં આવી હતી. બૂગી બી, ૪૩, એક હાસ્ય કલાકાર હતો જે Instagram  અને TikTok બંને પર તેના વીડિયો પોસ્ટ કરતો હતો. આ ઘટના શુક્રવારે ન્યૂ ઓર્લિયન્સમાં બની હતી. એવું જાણવા મળ્યું હતું કે અહીં ટિકટોક સ્ટાર પોતાની દાદી માટે કરિયાણાની ખરીદી કરવા આવ્યો હતો. અને ત્યારે જ બીજાના ઝઘડામાં તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કેસમાં પોલીસે બે શકમંદોના સર્વેલન્સ ફોટા અને ગ્રે અથવા સિલ્વર સેડાન ગેટવે કાર ધરાવતી મહિલાનો ફોટો જાહેર કર્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મોન્ટ્રીયલ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ લોકપ્રિય હતા, જ્યાં તેના લગભગ ૧૦ લાખ ફોલોઅર્સ છે અને ફેસબુક પર ૫૦૦,૦૦૦ થી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે.  ન્યૂ ઓર્લિયન્સ પોલીસે વર્ણવ્યું કેબૂગી બી સ્ટોરની બહાર ક્રોસફાયરમાં  જ્યાં પાર્કિંગમાં બે માણસો લડી રહ્યા હતા અને તેમને ગોળી વાગી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની માતા અને દાદીને જોવા માટે ક્રિસમસ માટે લોસ એન્જલસથી ઘરે આવ્યો હતો. હવે ટિકટોક સ્ટારના મૃત્યુ પછી માત્ર ચાહકો જ નહીં પરંતુ પરિવારના સભ્યો પણ આઘાત લાગ્યો છે.

૧૫

Share This Article