ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ રાજ્યમાં ફરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ૧૨મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં ફરી સરકાર રચવાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્ટિવ થઈ અને ફાસ્ટ ટ્રેક પર કામગીરી શરૂ કરી દીધી હતી. વડાપ્રધાન મોદીએ સરકારને સાત સૂત્રો પર કામગીરી કરવા સૂચન કર્યું છે. જેનું સરકાર દ્વારા પાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવેથી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને પણ ફોન લીધા વિના જ આવવું પડશે. આમ કેબિનેટની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે. કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત મંત્રીઓ ચાલુ કેબિનેટ બેઠકમાં મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે. જો કે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા. હવે મુખ્યમંત્રી દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે. પ્રથમ સોમવાર અને મંગળવાર મંત્રીઓને મળવા આવનાર મુલાકાતી મોબાઈલ લઈને મંત્રીઓને મળી નહીં શકે,કેબિનેટમાં ભાગ લેનાર અધિકારી મોબાઈલનો ઉપયોગ નહિ કરી શકે.,મોબાઈલ લઈને મંત્રીઓ પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે, કેબિનેટ બેઠકમાં થતી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં સચિવ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ ભાગ લેવા આવતા હોય છે. તમામ અધિકારીઓએ ચુસ્તપણે આ નિયમનું પાલન કરવાની મુખ્ય સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે. કોરોનાનો ખતરો દેશમાં ફરી વખત તોળાઈ રહ્યો છે. અગાઉ ડેલ્ટા વેરિયન્ટ બાદ હવે બી એફ. ૭ વેરિયન્ટના ખતરાને પગલે તંત્ર સાબદુ થયું છે ત્યારે હવે રાજ્ય સરકાર પણ તકેદારીના ભાગરૂપ નવા નિયમોની અમલવારી કરવાની તૈયારીઓ કરી રહી હોય તેમ લાગે છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સરકારની જાહેરાતો બાદ માસ્ક પહેરવા માટે પણ સરકાર અપીલ કરી રહી છે. પરંતુ આ અમલવારીનું પાલન કરવામાં ક્યાંય કચાશ રહી જતી હોય તેમ લાગે છે ત્યારે સરકાર ખુદ હવે પોતે જ અમલવારી કરવાની શરૂઆત કરી અને લોકો પણ તેનું પાલન કરે તે માટે પ્રયાસ કરવા લાગી છે. નવી સરકાર બની છે અને નવા નવા નિયમો પણ આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના તોળાતા ખતરા વચ્ચે મંત્રીઓ ખુદ સાવચેતી રાખવા લાગ્યા છે. મંત્રીઓ તો માસ્ક પહેરવા લાગ્યા છે પરંતુ મુલાકાતી પણ સાવચેતી રાખે તેવો પ્રયાસ સરકારના મંત્રીઓ કરવા લાગ્યા છે. દરેક મંત્રી હવે આગ્રહ રાખી રહ્યા છે કે કોઈ પણ મુલાકાતી આવે તો તેઓ માસ્ક અચૂક પહેરે. આવા સંજોગોમાં મંત્રીઓએ પોતાની ચેમ્બર બહાર વિનંતી સાથેલનોટિસ પણ લગાવવાની શરૂઆત કરી છે કે મંત્રીની મુલાકાત કરવા માટે માસ્ક અચૂક પહેરવું.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more