આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા ૧૫૬ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળેલી બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી કરવામાં આવી હતી અને ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર નવા મુખ્યમંત્રી તરીકે મહોર મારવામાં આવી હતી નવી સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનશે. ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ છે. સર્વ સંમતિથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા છે.
મંત્રીમંડળની રચના માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરાઈ હતી જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, અર્જુનસિંહ મુંડાની તેમજ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને નિરીક્ષકની જવાબદારી સોંપાઈ હતી આ નિરીક્ષકોની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભાજપના ચુંટાયેલા તમામ ૧૫૬ ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ હતી.વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટેનો પ્રસ્તાવ કનુ દેસાઈ મુકયો હતો જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, રમણ પાટકર, મનીષા વકીલ ટેકો જાહેર કર્યો હતો ભાજપની વિધાનસભા દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરવામાં આવ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળોની બેઠક મળી, જેમાં પક્ષના નેતા તરીકે મારી પસંદગી થઈ. આ વખતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના ભરોસા પર જનતાએ મહોર લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર અને સંગઠન સાથે મળીને વિકાસના કામ કરશે. તો વધુમાં કહ્યું કે, લોકોની દરેક મુશ્કેલી દુર કરવાનો પ્રયાસ કરીશુ. તો સાથે જ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા સરકાર મક્કમ હોવાનુ પણ જણાવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે ,ગુજરાતની જનતાએ મહોર લગાવી છે મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારસભ્યો તથા સંગઠન સાથે મળીને ગુજરાતમાં બહુ સારી રીતે કામ કરશે. જનતાએ ૧૫૬ બેઠક પર જીત અપાવી છે ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યુ છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો છે. ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહી દઈએ. સંકલ્પ પત્ર જાહેર કર્યુ હોય એ પ્રાથમિકતામાં હોય. ૩૭૦ હોય કે રામમંદિર હોય. પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે ર્નિણય કરાશે. હવે રાજભવન જઈને સરકાર રચવા દાવો કરીશું. હવેે સોમવારે વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં શપથ લેશે. ધારાસભ્ય દળના નેતા ચુંટાયા બાદ ભુપેન્દ્રભાઇ પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપના નેતાઓ બપોરે ૨ કલાકે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો ભાજપે ૧૫૬ બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી તો બીજી તરફ ૧૭ બેઠક સાથે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસે કર્યું છે. નવા મંત્રીમંડળની યાદી લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હી ગયા છે અને વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી યાદી અંગે ચર્યા વિચારણા કરશે ત્યારબાદ મંત્રીઓના નામ જાહેર કરવામાં આવશે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હવે ૧૨ ડિસેમ્બરે સતત સાતમી વાર સરકાર બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ૨૦ અન્ય કેબિનેટ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્વવાળા મુખ્યમંત્રીઓ સામેલ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે ભૂપેન્દ્ર પટેલ સાથે લગભગ ૨૦ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે અને આગલા દિવસથી જ પોતાના કાર્યભાર સંભાળી લેશે.નરેન્દ્ર મોદીએ અગાઉ ૨૦૦૨માં કમૂરતામાં જ ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી, જેમાં ૨૨ ડિસેમ્બરે તેમની સાથે આખા મંત્રીમંડળે શપથ લીધા હતા. તો ૨૦૦૭માં ૨૩ ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે ૨૦૧૨માં ૨૦ ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમના મંત્રીમંડળને શપથ અપાયા હતા. આમ, સતત ૩ વાર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કમૂરતામાં જ શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે કમૂરતામાં વિજય રૂપાણીએ શપથ લીધા હતા. જ્યારે હવે સંભવતઃ ભૂપેન્દ્ર પટેલ ૧૪ ડિસેમ્બરે કમૂરતા પહેલાં શપથ લેશે.