સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું છે કે આપણી સંસ્કૃતિ છે કે કોઈ પણ ભૂખ્યો સુવો ન જોઈએ. તેણે કેન્દ્ર સરકારને એવું પણ કહ્યું છે કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત ખાદ્યાન્ન અંતિમ વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠે કેન્દ્રને નિર્દેશ આપ્યા છે કે, ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટર્ડ પ્રવાસી અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સંખ્યાની સાથે તાજેતરની સારણી જમા કરાવે. પીઠેએ એવું કહ્યું કે, આ નક્કી કરવાનું કામ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે ,એનએફએસએ અંતર્ગત ખાદ્યાન્ન અંતિમ વ્યક્તિ સુધી પહોંચે.અમે એવું નથી કહેતા કેન્દ્ર કંઈ નથી કરી રહ્યું. કેન્દ્ર સરકારે કોવિડ દરમિયાન લોકો સુધી અનાજ પહોંચાડ્યું છે. આપણે એ પણ જોવાનું રહેશે કે, તે ચાલું રહે.
આપણી સંસ્કૃતિ છે કે, કોઈ ખાલી પેટ સુવે નહીં. પીઠે કોવિડ મહામારી તથા તેના બાદ લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોની હાલતથી સંબંધિત વિષય પર સ્વતઃ એક જાહેરહીતના મામલા પર સુનાવણી કરી રહ્યું હતું. સામિજક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરી તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ૨૦૧૧ની વસ્તી ગણતરી બાદ દેશની વસ્તી વધી ગઈ છે અને તેની સાથે સાથે એનએફએસએના દાયરામાં આવતા લાભાર્થીઓની સંખ્યા પણ વધી ગઈ છે. તેમણે કહ્યું કે, જો કાયદાને પ્રભાવી રીતે લાગૂ નહીં કરવામાં આવે તો, કેટલાય પાત્ર અને જરુરિયાતમંદ લાભાર્થી તેના ફાયદાથી વંચિત રહી જશે. ભૂષણે કહ્યું કે, સરકાર દાવો કરી રહી છે કે, પ્રતિ વ્યક્તિ લોકોની આવક છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગઈ છે, પણ ભારત વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ઝડપથી નીચે આવી રહ્યું છે. કેન્દ્ર તરફથી અધિક સોલીસીટર જનરલ ઐશ્વર્ય ભાટીએ કહ્યું કે, એનએફએસએ અંતર્ગત ૮૧.૩૫ કરોડ લાભાર્થી છે, જે ભારતીય પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મોટી સંખ્યા છે.