ડિજિટલ ગવર્નમેન્ટ ડિરેક્ટરી ડિજિટલ કમ્યુનિકેશનમાં વિશ્વાસ મજબૂત બનાવશે અને નાગરિકોને તમામ રાજ્યોમાં વેરિફાઇડ કોન્ટેક્ટ્સ મારફતે પ્રજા સેવકો અને અધિકારીઓનો સંપર્ક કરવા માટે સક્ષમ બનાવશે
Truecallerએ ભારતની જનતા અને સરકાર વચ્ચે સરળ સંવાદ પૂરો પાડવાના પ્રયાસના ભાગ રૂપે એક ઇન એપ ગવર્નમેન્ટ ડિરેક્ટરી લોન્ચ કરી છે. જેના કારણે લોકોને સરકારી અધિકારીઓના વેરિફાય થયેલા હજારો કોન્ટેક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ થશે. યુઝરને સ્કેમ, ફ્રોડ અને સ્પેમથી બચાવીને સિટિઝન સર્વિસ ક્ષેત્રમાં વિશ્વાસ ઉભો કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.
Truecaller એપ યુઝરને ડિજિટલ ગવર્નમેન્ટ ડિરેક્ટરી મારફતે હેલ્પલાઇન, કાયદા અમલી એજન્સીઓ, એમ્બેસીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને દેશના કેન્દ્રશાસિત પ્રદેશો સહિત લગભગ 23 રાજ્યોના મહત્વના વિભાગોના અન્ય નંબર ઉપલબ્ધ થશે. આ માહિતી સીધી સરકાર અને સત્તાવાર સરકારી સૂત્રો પાસેથી મેળવવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ ભારતના 240 મિલિયન Truecaller યુઝર્સને સરકાર અને સરકારી પ્રતિનિધિઓનો સરળતાથી જાહેર સંપર્ક કરવામાં મદદ કરવાનો છે.
નેટિજન્સ અને સંબંધિત હિતધારકો સાથે થયેલી ચર્ચાઓને આધારે Truecallerને જાણવા મળ્યું હતું કે, ફોન પર સરકારી અધિકારી તરીકે વાત કરીને લોકો સાથે છેતરપીંડી કરવી તે ફોન પર થતા સૌથી વ્યાપક કૌભાંડો પૈકીનું એક છે. વેરિફાઇડ ગવર્નમેન્ટ કોન્ટેક્ટ ડિરેક્ટરી બનાવવી, તે Truecallerના કમ્યુનિકેશનમાં વિશ્વાસ ઉભો કરવાનું અને યુઝર્સને ફ્રોડ અને સ્કેમ્સથી બચાવવાના પ્રયાસની દિશામાં વધુ એક કદમ છે. યુઝર લીલું બેકગ્રાઉન્ડ અને વાદળી ટિક જોશે, તે દર્શાવશે કે આ નંબર વેરિફાઇડ છે. Truecaller ડિરેક્ટરીને વિસ્તૃત કરવા માટે સરકારના વિવિધ વિભાગો સાથે કામ કરી રહી છે અને યુઝર્સના પ્રતિભાવને આધારે આગામી તબક્કામાં જિલ્લા અને મ્યુનિસિપલ સ્તર સુધીના કોન્ટેક્ટ તેમાં ઉમેરવા ઇચ્છી રહી છે. Truecallerએ કોઇ સરકારી એજન્સીને તેની માહિતી આપવા અને ડિરેક્ટરીમાં વેરિફાય થવા માટે એક સરળ પ્રક્રિયા બનાવી છે.
Truecallerના પબ્લિક અફેર્સ ડિરેક્ટર શ્રી પ્રજ્ઞા મિશ્રાએ આ ફીચરના લોન્ચિંગ અંગે જણાવ્યું, “Truecaller હવે માત્ર એક કોલર આઇડેન્ટિફાયર એપ નથી રહી, તેણે ઘણી પ્રગતી કરી છે અને ડિજિટલ કમ્યુનિકેશનમાં વિશ્વાસનો માહોલ ઉભો કરીને ભારતમાં શહેરી માર્કેટ અને નવા ઉભરી રહેલી અર્ધશહેરી/ગ્રામીણ બજારો વચ્ચે સંવાદની મહત્વની કડી બની રહી છે. અમારો પ્રયાસ સરકારી અધિકારીઓના નામે થતા સ્કેમ અને ફ્રોડ્સથી લોકોને બચાવવાનો છે. અમે માનીએ છીએ કે, આ ફીચર સાથે, નાગરિક તેને જ્યારે જરૂર હશે ત્યારે યોગ્ય અધિકારીનો સંપર્ક કરી શકશે. સરકારી નંબરોની આ સૌપ્રથમ ડિજિટલ ડિરેક્ટરી છે અને અમે તેને યુઝર્સના પ્રતિભાવને આધાર સતત સુધારતા રહીશું. અમે વિશ્વાસ ઉભો કરીને સંવાદને સલામત બનાવવાની દિશામાં અમારા પ્રયાસો ચાલુ રાખીશું.“