પરમ પૂજ્ય પ.શ્રી કાશીનાથ મીશ્રજીના સાનિધ્યમાં સતયુગના આગમન પર સનાતન ધર્મનો પહેલો મહાસંત્સગ ભગવાન શ્રી કૃષ્ણની શાસન ભુમિ, ગુજરાતના અમદાવાદ શહેરમાં પવિત્ર નદી સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ ખાતે થવા જઈ રહ્યો છે. આ અદભૂત પ્રકારનું આયોજન તારીખ ૨૨થી ૨૮ નવેમ્બર ૨૦૨૨ સાંજે ૫.૩૦થી ૮.૩૦ કલાકે, સાબરમતી રિવરફ્રંટ, અમદાવાદ ખાતે કરાયું છે. આ આયોજન શ્રી દ્વારકા મંડલ, બૈકુંઠધામ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે દીપ પ્રાગટ્ય પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમની અંદર 1000થી વધુ ભક્તો દ્વારા શ્રીમદ ભગવત પઠન અને શંખનાદ કરવામાં આવશે. આ નજારો સાબરમતી નદીના વધુ આહલાદક અને અમદાવાદનો સાક્ષી બનશે.
આ ઉપરાંત અન્ય મહત્વના કાર્યક્રમો જેમ કે, પ્રભાત ફેરી, ત્રી-સંધ્યા અને શ્રી ભગવાન જગન્નાથજીની પૂજા તથા મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ ભવિષ્ય માલિકા શાસ્ત્ર પર ચર્ચા થશે.
કલિયુગથી સંગમ, સંગમથી અનન્ત યુગ, અનન્ત યુગથી સમ્પૂર્ણ સતયુગ અને મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા ૬૦૦ વર્ષ પૂર્વ લખાયેલ ગુપ્તગ્રંથ “ભવિષ્ય માલિકા”નો ચતુર્યગ ગણનામા શું મહત્વ છે, અને કલિયુગ અંત શાસ્ત્રો પ્રમાણે ક્યારે એ તમામ બાબતોને અવગત કરાવવામાં આવશે. આ મંગલમય આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ આવવાને અત્યારથી જ તૈયારીઓ દર્શાવી રહ્યા છે.
વિશ્વ સનાતન ધર્મ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત કથામૃત (વિષ્ણુ માલિકા તથા ચાર યુગોની ગણના)નું આયોજન કરવામાં થઈ રહ્યું છે ત્યારે ૬૦૦ વર્ષ પહેલા સંતશ્રી અચ્યુતાનંદ દાસ (દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાના અવતાર) દ્વારા લખાયેલ ભવિષ્ય માલિકા, વૈદિક શાસ્ત્રો તથા સંતોની આગમ વાણી આ વાતની પુષ્ટિ કરે છે કે આગળના સમયમાં આખા વિશ્વમાં આવી અનેક સભાઓ થશે. જેનું લક્ષ્ય સંપુર્ણ જગતમાં સનાતન ધર્મની પ્રતિષ્ઠા કરવાનો, સમસ્ત ભક્તો અને સંપુર્ણ વૈદિક ધારાને ઉજ્જવળ કરી ૧૬ મંડળનું ગઠન કરવાનો છે. આ વૈદિક ધારા દ્વારા કલિયુગમાં ઉદ્વાર પામીને આદિ સતયુગ (અનંત યુગ)માં પ્રવેશ કરશે.