મોરબી બ્રિજ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ અને વધારે વળતરની માગ પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે. તથા આ કેસને લઈને હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી, કેમ કે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. મોરબીમાં થયેલી દુર્ઘટનામાં ૧૩૦ કરતા વધારે લોકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે આ કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ૨ લોકોના સંબંધી દિલીપ ભાઈ ચાવડાના વકીલ ગોપાલ શંકરનારાયણને સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ પહેલાથી સુનાવણી કરી રહ્યું છે. આપ ત્યાં આપની વાત રજૂ કરો.
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કર્યો છે કે, તે અરજીકર્તા તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દા પર પણ વિચાર કરે. શું છે અરજીકર્તાની માગ આ પ્રકારે હતી. આ કેસની સ્વતંત્ર તપાસ થાય, નગરપાલિકાની અધિકારીઓની જવાબદારી નક્કી થાય, અજંતા મેન્યુફેક્ચરિંગના મોટા લોકો પર કાર્યવાહી થાય, અને વધારે વળતર આપવામાં આવે. આ તમામની સાથે સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં દુર્ઘટનાથી બચવાના ઉપાયો પર પણ વિચાર કરવાની વાત કહી છે.