જ્યારથી એલન મસ્કે ટિ્વટર પર બ્લૂ ટીક માટે કિંમત ૮ ડોલર એટલે કે ૬૬૦ રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ ર્નિણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટિ્વટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન મસ્કે એક મજેદાર અંદાઝમાં જવાબ આપ્યો છે. એક મીમ દ્વારા મસ્કે જડબાતોડ જવાબ આપ્યો છે. ટિ્વટર પર પોતાની એક પોસ્ટથી તરખાટ મચાવનારા મસ્કે એકવાર ફરીથી લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. શેર કરાયેલી પોસ્ટ કે મીમમાં મસ્કે ટિ્વટર બ્લૂ ટીકની સરખામણી સ્ટારબક્સ સાથે કરી છે. જેમાં મસ્કે ટિ્વટર બ્લૂ ટીકની કિંમત ૮ ડોલર અને સ્ટારબક્સની એક કોફીની કિંમત ૮ ડોલર દેખાડતા બંનેને સમાન સ્તર પર ગણાવ્યા છે.
મીમ દ્વારા મસ્કે એ જણાવવાની કોશિશ કરી છે કે કેવી રીતે જ્યારે તમે એક મોંઘી કોફી પીઓ છો તો ફક્ત ૩૦ મિનિટ સુધી તમે તેનો આનંદ માણી શકો છો પરંતુ તે ભાવમાં તમને ટિ્વટર બ્લૂ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે તે પણ ૩૦ દિવસ માટે જેમાં તમે અનેક નવા પ્રકારના ફીચર્સનો આનંદ લઈ શકશો જે યૂઝર્સને મોંઘુ લાગી રહ્યું છે. દસ કલાકની અંદર જ આ પોસ્ટને ૧.૧ મિલિયન લાઈક્સ, ૧૫૮K રિટ્વીટ અને ૫૨K કમેન્ટ મળી ચૂક્યા છે. લોકો મીમ પર અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં વધુ મોટા ભાગના લોકો આ સરખામણી ખોટી ગણાવી રહ્યા છે. એક યૂઝરે ટિ્વટર બ્લૂ ટીકની સરખામણી ચા સાથે કરી જ્યારે બીજા યૂઝરેસ જવાબ આપતા $44B ટિ્વટર ડીલ પર લખ્યું મસ્કે $6B માં દુનિયામાંથી ભૂખમરો મટાડવાની જગ્યાએ $44B માં ટિ્વટરને ખરીદવાનો ર્નિણય કર્યો.