ટ્રેન સાથે કોઈ પશુ કપાઈ જવાની અથના ટ્રેનની અડફેટમાં આવી જવાની ઘટનાને સામાન્ય માનવામાં આવે છે, પરંતુ તેને લઈને ભારતીય રેલવેમાં હલચલ મચી ગઈ છે. પશુઓના અકસ્માતથી ટ્રેન તો મોડી પડે છે સાથે રેલવેને લાખો રૂપિયાનું નુકસાન પણ થાય છે. ક્યારેક તો ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો પણ ભય રહે છે. ૧૮ એપ્રિલ ૨૦૨૨ ની રાત્રે, પંજાબમાં માલસામાન ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા કારણ કે બળદનું ટોળું ટ્રેનની સામે આવી ગયું હતું. આમ તો, પેસેન્જર અને માલસામાન ટ્રેનમાંથી જાનવરના અકસ્માતથી થતા નુકસાન અલગ અલગ છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં દેશમાં ટ્રેનો સાથે પ્રાણીઓ અથડાઈ જવાની ઘટના વધી ગઈ છે. જેના કારણે ટ્રેન ૧૫- ૧૫ મિનિટ મોડી પડી પડે છે. કોઈ ખાસ ટ્રેન મોડી થવાના કિસ્સામાં, રેલવે મુસાફરોને વળતર પણ ચૂકવે છે.
રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, જો ડીઝલથી ચાલતી પેસેન્જર ટ્રેન એક મિનિટ માટે ઊભી રહે છે તો તેને ૨૦૪૦૧ રૂપિયાનું નુકસાન થાય છે. તે જ સમયે, ઇલેક્ટ્રિક ટ્રેન બંધ થવા પર ૨૦૪૫૯ રૂપિયાનું નુકસાન થાય છે. એ જ રીતે, ડીઝલથી ચાલતી માલસામાન ટ્રેનને એક મિનિટ માટે રૂ.૧૩૩૩૪ અને ઇલેક્ટ્રિક ટ્રેન માટે રૂ.૧૩૩૯૨નું નુકસાન થાય છે. આ નુકસાન સીધું રેલવેને થઈ રહ્યું છે. હવે ટ્રેનમાં બેઠેલા મુસાફરોને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ પણ સરળતાથી લગાવી શકાય છે. રેલવેના નિષ્ણાતોના અનુસાર, જો એક ટ્રેન કોઈ કારણ વગર ઉભી રહે છે તો સલામતી અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પાછળથી આવતી અન્ય ટ્રેનોને પણ રોકી દેવામાં આવે છે. આ રીતે, પ્રાણીને કાપવા અથવા અથડાવાને કારણે, માત્ર એક ટ્રેન જ નહીં, પરંતુ ઘણી બધી ટ્રેનોને પણ અલગ-અલગ જગ્યાએ રોકવી પડે છે. હવે આવી સ્થિતિમાં જો રેલવે દરેક મુસાફરને ૧૦૦ થી ૨૦૦ રૂપિયા ચૂકવે છે ત્યાં ટ્રેન મોડી પડે તો રેલવેને આ નુકસાન કરોડો રૂપિયામાં પહોંચી જાય છે.