કેડી હોસ્પિટલ, અમદાવાદ એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર)ના વધતા પ્રવાહ અને અસરકારક વ્યવસ્થાપન માટે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસમાં કેન્દ્રિત અગ્રણી સંસ્થામાંથી એક છે.
એન્ટીમાઈક્રોબાયલ ડ્રગ રેઝિસ્ટન્સ તરીકે પણ ઓળખાતું એએમઆર જીવાણુ, ફૂગી વગેરે જેવા સૂક્ષ્મજીવો એ રીતે બદલાય છે કે ચેપનો ઉપચાર કરવા દવાઓ ઉપયોગ કરાય ત્યારે તે બિનઅસરકારકતા પેદા કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા એએમઆરને માનવતા સામે ટોચના 10 વૈશ્વિક ખતરામાંથી એક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 12019માં મેડિકલ જર્નલ ધ લાન્સેટે આવી પ્રતિરોધકતા દુનિયાભરમાં આશરે 12,70,000 મૃત્યુ કારણ બને છે એવું જાહેર કર્યું છે. ભારત દુનિયામાં એએમઆરનો સર્વોચ્ચ દરમાંથી એક ધરાવે છે અને 2019માં જારી સરકારી ડેટા અનુસાર આ ચેપ વાર્ષિક 7,00,000 આસપાસ ભારતીયોનો જીવ લે છે.
એએમઆર ચેપમાં સામાન્ય રીતે બીજી હરોળ અને ત્રીજી હરોળનો ઉપચાર જરૂરી હોય છે, કારણ કે આ ચેપ ગંભીર આડઅસરો પેદા કરે છે, જેમ કે, અવયવ નિષ્ફળ જવું અને દીર્ઘ સંભાળ અને રિકવરી, જેને મહિનાઓ લાગી શકે છે. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઉપચાર કરવાનું મુશ્કેલ જીવાણુના ચેપ જેવા અત્યંત ગંભીર ચેપ, નબળો ચેપ પ્રતિબંધ અને નિયંત્રણના કિસ્સામાં જ કરવો જોઈએ. તેનો એકંદર દુરુપયોગ અને એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી એએમઆરનો ફેલાવો વધી શકે છે. તેનાથી એએમઆર ચેપને લીધે માંદલાપણું અને મરણાધીનતામાં અત્યંત ચિંતાજનક વધારો થાય છે અને ડબ્લ્યુએચઓ અને સીડીસીએ પ્રતિરોધકતાના ફેલાવાનો પ્રભાવ ઓછો કરવા અને કાબૂમાં લેવા માટે સમાજના બધા સ્તરે પગલાં લઈ શકાય અને લેવાં જોઈએ એવું સૂચન કર્યું છે. વ્યક્તિગત, નીતિના ઘડવૈયાઓ (સરકાર), આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો અને આરોગ્ય સંભાળ ઉદ્યોગે એકત્રિત રીતે એએમઆરના ચેપની ઘટના ઓછી કરવા માટે યોગદાન આપવું જોઈએ.
“એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર) દર વર્ષે આશરે 7,00,000 લોકોનો શાંતિથી જીવ લે છે. આ દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા મથાળાં બનાવતી નથી. આપણે એએમઆરને ખતરો તરીકે અગ્રતા આપવાની જરૂર છે અને જો તેની અવગણના ચાલુ રહેશે તો તેનાં પરિણામો સમજવાની અને સમજાવવાની જરૂર છે. કોવિડ-19 મહામારીએ બતાવી દીધું છે કે ચેપી રોગો દુનિયાભરમાં કઈ રીતે ફેલાઈ શકે અને આપણા રોજના જીવનનાં લગભગ દરેક પાસાંને અસર કરી શકે છે. તે એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર) દ્વારા પેદા થતા ઔષધ- પ્રતિરોધક ચેપ પ્રત્યે આપણે રાષ્ટ્રીય સ્તરે સમન્વય, પૂરતો પ્રતિસાદ એકત્ર નહીં કરીએ તો આપણા ભવિષ્ય માટે ખતરો પેદા કરી શકે છે,” એમ કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. પાર્થ દેસાઈએ જણાવ્યું હતું.
પ્રતિરોધકતા દર પર સ્ટાન્ડર્ડાઈઝ્ડ પ્રદેશ અનુસાર ડેટા નથી પરંતુ હોસ્પિટલો અને સમુદાયોમાંથી અમુક અહેવાલો સૂચવે છે કે એકંદર પ્રતિરોધકતા સપાટી ઉચ્ચ દુરુપયોગ થઈ રહેલા બહુઆયામી એન્ટીમાઈક્રોબાયલ્સ માટે દર વર્ષે 5થી 10 ટકાથી વધી રહી છે. 1ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા 1લી જાન્યુઆરી અને 31મી ડિસેમ્બર, 2021 વચ્ચે કરવામાં આવેલા ડેટા વિશ્લેષણમાં ઔષધ- પ્રતિરોધક પેથોજન્સમાં સક્ષમ વધારો થયો છે, જે ઉપલબ્ધ દવાઓ2 સાથે અમુક ચેપનો ઉપચાર કરવાનું મુશ્કેલ બનાવે છે. આ મોટી ચિંતા છે, કારણ કે પ્રતિરોધક ચેર અન્યોમાં ફેલાઈ શકે છે અને સંભવિત રીતે વ્યક્તિગતો અને સમાજ માટે મોટો ખર્ચ લાદી શકે છે.3
સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ઈન્ટેન્સિવિસ્ટ ડો. હરજીત ડુમરા કહે છે, “એન્ટીમાઈક્રોબાયલ સ્ટુઅર્ડશિપ અપનાવવી તે તેનું મહત્ત્વપૂર્ણ ઘટક છે અને અસરકારક સંદેશવ્યવહાર થકી એએમઆર વિશે જાગૃતિ અને સમજદારી ફેલાવવા માટે આવશ્યક પ્રથમ પગલાંમાંથી એક છે.”
ઈન્ટેન્સિવિસ્ટ ડો. જિગર મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “દુનિયાભરમાં સરકારો, સંશોધકો અને ઉદ્યોગના ભાગીદારોએ કોવિડ-19 માટે ભલામણો, નિદાન, થેરાપ્યુટિક્સ અને રસીઓ વિકસાવવા માટે એકત્ર આવવું પડ્યું હતું. આ જ રીતે એએમઆરને પહોંચી વળવા પણ એકત્ર આવવું જોઈએ.”
એમ્નીલ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર અને ઈન્ડિયા બિઝનેસ અને ઈમર્જિંગ માર્કેટ્સના પ્રેસિડેન્ટ શ્યામાકાંત ગિરિએ જણાવ્યું હતું કે “ઈન્ડસ્ટ્રી પેટ્રન્સ તરીકે હોસ્પિટલનો ચેપ અને એન્ટીમાઈક્રોબાયલ ડ્રગ રેઝિસ્ટન્સ પરિવર્તિત થવાનું નિવારવા માટે મદદરૂપ થવા મંચો વિકસાવવા માટે જોડાણ કરવાની આપણી પણ જવાબદારી છે. યુનિપોર્ટ અનોખું ક્લોઝ્ડ આઈવી ટેકનોલોજી મંચ છે, જે ભારતમાં ભારત માટે એમ્નીલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. દેશમાં આઈવી સોલ્યુશન્સ પ્રદાન કરવા આ નવું ધોરણ સ્થાપિત કરશે. આઈએનઆઈસીસી (ઈન્ટરનેશનલ નોસોકોમિયલ ઈન્ફેકશન કંટ્રોલ કોન્સોર્શિયમ) હોસ્પિટલોમાં ચિકિત્સકીય ઉપચારો આફવા માટે ક્લોઝ્ડ ઈન્ફ્યુઝન સિસ્ટમ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ભારત સરકારે ભારતમાં એએમઆરનો વધારાને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે ત્યારે અમે આધુનિક સંભાળ માટે આ ઈનોવેટિવ ટેકનોલોજીને પહોંચ વધારીને આ બોજ ઓછો કરવા કેડી હોસ્પિટલન જેવા હિસ્સાધારકો સાથે ભાગીદારી કરવા માટે ઉત્સુક છીએ.”
એમ્નીલ હેલ્થકેર એનવાયએસઈ લિસ્ટેડ એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સની સબસિડિયરી હોઈ ભારતમાં તાજેતરમાં કમર્શિયલ કામગીરીઓની ઘોષણા કરી હતી. યુનિપોર્ટ બહુહેતુ સિંગલ પોર્ટ બેગ સાથેની સુરક્ષિત આઈવી છે, જે બહુમુખી અને અનુરૂપ ક્લોઝ્ડ- ઈન્ફ્યુઝન સિસ્ટમ પ્રદાન કરે છે. યુનિપોર્ટ બેગ સેલ્ફ કોલેપ્સિબિલિટી, દબાવવામાં આસાની, સ્પષ્ટ દ્રષ્ટિગોચરતા માટે પારદર્શકતા જેવા મહત્તમ ઉપયોગ માટે અનેક ટેકનોલોજિકલ પ્રગતિ રજૂ કરે છે.