કોરોનાના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે ઉત્સાહભેર નવરાત્રિની ઉજવણીના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે. ત્યારે નવરાત્રિને લઈ ખેલૈયોના ઉત્સાહમાં કોઈપણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સુરતમાં નવરાત્રિના પર્વને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે.સુરતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ ટીમ રસ્તા આવી એક્શન કામગીરી કરી રહી છે.દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં અવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા બ્રિથ એનેલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે. તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાઈ તો તેને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. નવરાત્રિ આવે એટલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.તૈયાર થઈને મોટા મોટા આયોજનોમાં યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘુમવા જતી હોય છે. રાત્રી સુધી ગરબાનો આનંદ માણી ઘરે પરત ફરતી હોય છે.આવા સમયે મહિલાઓની કે યુવતીઓની છેડતીના અનેક બનાવો પોલીસ સમક્ષ સામે આવે છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી એક વખત ગુજરાતમાં મોટાપાયે નવરાત્રિઓના આયોજન થયા છે.જેમાં સુરતમાં પણ અનેક મોટા આયોજનો આ વર્ષે નવરાત્રિને લઈ થયા છે. ત્યારે ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેને જ લઈ ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ ન પડે તેની પર સુરત પોલીસ ખાસ નજર રાખી રહી છે.શહેરના ઠેક ઠેકાણે પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તાર સહિત મોટા મોટા આયોજનોની આસપાસના વિસ્તારો અને મોટા મોટા આયોજનોમાં પણ આ વખતે સુરત પોલીસની બાજ નજર રહી છે. નવરાત્રિને લઇ મહિલાઓ યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ રાત્રી સુધી ગરબે રમવા જતી હોય છે.આવા સમયે તેની સુરક્ષાની જવાબદારી ખૂબ જ બની રહે છે. ભૂતકાળમાં અનેક વખત નવરાત્રિને લઈ મહિલાઓની છેડતી અને અઘટિત બનાવો સામે આવ્યા છે.ત્યારે આ વખતે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સુરત પોલીસે ઉપાડી છે.નશાની હાલતમાં આવારાપંતી કરતા નબીરાઓ દ્વારા મહિલાઓની છેડતી ન થાય તેની પર સુરત પોલીસ ખાસ ધ્યાન આપી રહી છે. કોરોનાના બે વર્ષ બાદ ઉત્સાહભેર નવરાત્રિની જ્યારે આ વર્ષે ઉજવણી થઈ રહી છે.ત્યારે મહિલાઓમાં ખૂબ જ ઉમંગ જોવા મળી રહ્યો છે.મહિલાઓ બે વર્ષ બાદ બની ઠંની તૈયાર થઈ નવરાત્રિના આયોજનોમાં ગરબે ઘૂમવા જઈ રહી છે. ત્યારે આવી મહિલાઓની છેડતી કે તેમની સાથે કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈ સુરત પોલીસ એક્શન મોડ પર જોવા મળી છે. શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓ પર પોલીસ બ્રિથ એનેલાઇઝર મશીન સાથે જોવા મળી રહી છે. મોટાભાગે મહિલાઓની છેડતી દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં ફરતા આવારા તત્વો કરતા હોય છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા ઉપર બ્રિથ એનેલાઇઝર મશીન દ્વારા લોકોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તેની પર પોલીસ ખાસ કામ કરી રહી છે.પોલીસ બ્રિથ એનેલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડીટેઇન કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.ના માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રિ આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પર પણ પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે. ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહેલી આ નવરાત્રિનો માહોલ અસામાજિક તત્વો દ્વારા બગાડવામાં ન આવે તેની પર પણ સુરત પોલીસ ખાસ નજર રાખી રહી છે. સુરત પોલીસ દ્વારા અંડર કવર માણસો પણ શહેરના ખૂણે ખૂણે રાખવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલા ખેલૈયાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે તેવી જગ્યાઓ પર આવા પોલીસના અંડર કવર જવાનોને રાખવામાં આવ્યા છે.આવા પોલીસના જવાનો આપણી આસપાસ પણ ફરતા હશે પણ જેની આપણને પણ ખ્યાલ હશે નહીં.જેવો ખોટી ધમાલ કે માહોલ વગાડવાનો પ્રયત્ન કરતા હોય તેવા અસામાજિક તત્વોને લગામ લગાવવાનું કાર્ય કરી રહ્યા છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more