અમદાવાદ સ્થિત એ-1 એસિડ લિમિટેડ ગ્રૂપની એસોસિયેટ કંપની એ-1 સુરેજા ઇન્ડસ્ટ્રીઝ આજે તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક મોટરસાઇકલ “એક્સપ્લોઝિવ” નું અપગ્રેડ વર્ઝન ગુજરાત માર્કેટમાં રજૂ કરેલ છે.
ભારત સરકારે ઇલેક્ટ્રિક વિહિકલને પ્રોત્સાહન આપવા સુઆયોજિત ઇવી પોલીસી લોંચ કરી છે. તેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇલેક્ટ્રિક વિહિકલના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. એ-1 સુરેજા ઇન્ડસ્ટ્રીની વર્ષ 2006થી ઇલેક્ટ્રિક વિહિકલના ઉત્પાદનમાં કાર્યરત છે. કંપનીએ વર્ષ 2013માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ મોડલ રજૂ કરેલ છે. ત્યારબાદ તેના સતત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી આધુનિક જરૂરિયાત મૂજબ આકર્ષક કલરોમાં ઉપલબ્ધ કરી રહ્યું છે.
આ પ્રસંગે કંપનીના સ્થાપક તુષાર સુરેજા, હર્ષદ પટેલ અને ભરત કુમાર પટેલ, જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ભારત ઇલેક્ટ્રિક વિહિકલ માટે ખૂબજ વિશાળ અને જબરદસ્ત સંભાવનાઓ ધરાવતું માર્કેટ છે. હાલમાં આ માર્કેટ તેની વૃદ્ધિના શરૂઆતી તબક્કામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇવીને પ્રોત્સાહન માટે સંખ્યાબંધ પગલા ભરાતા અને ગ્રાહકોની જાગૃતિમાં વધારો થતાં ઇલેક્ટ્રિક વિહિકલ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માટે અપાર તકોનું સર્જન થયું છે. આજે અમારી અપગ્રેડેડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એક્સપ્લોઝિવ ગુજરાતના બજારમાં રજૂ કરતાં ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કેગ્રાહકો આ બેજોડ વિશેષતાઓથી સજ્જ બાઇક્સને ખૂબજ પસંદ કરશે અને તેમની અપેક્ષાઓ ઉપર અમે ખરા ઉતરીશું.”
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સાથે ઇનોવેશન અમારી કામગીરીમાં કેન્દ્રસ્થાને રહ્યું છે. આગામી સમયમાં અમે ગ્રાહકોની અપેક્ષાઓ મૂજબ નવા મોડલ્સ લોંચ કરવા પ્રતિબદ્ધ છીએ. હાલમાં એ-1 સુરેજા ઇન્ડસ્ટ્રીઝ દેશભરના ગ્રાહકો સુધી પોતાની પ્રોડક્ટની પહોંચ વિસ્તારવા માટે મજબૂત ડિસ્ટ્રિબ્યુશન ચેનલ ઉપર ધ્યાન આપી રહી છે.
ગુજરાત ખાતે વિસોલ એસઆરપીએસ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી દરેક વિસ્તારમાં પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવાવની યોજના કરેલ છે.