હવામાન વિભાગે ઉનાળાની ઋતુને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, એપ્રિલ-મે મહિનામાં સામાન્ય કરતા તાપમાન ઉંચુ રહેશે.
ગુજરાતમાં આ મહિનામાં સામાન્ય કરતા અડધાથી એક ઈંચ તાપમાનમાં વધારો તવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં ઉનાળા દરમિયાન લૂની પરિસ્થિતિ યથાવત રહેશે. રાજ્યમાં આકરા ઉનાળાનો અહેસાસ થવાનો શરુ થયો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે માર્ચ મહિના અંતમાંથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. જો કે ગરમ પવનો ફુકાવવાના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં વધતી જતી ગરમી અને લૂ હવે જીવલેણ સાબિત થઇ રહી છે. ગરમીથી લૂ લાગવાના બનાવો પણ વધ્યા છે.