ભારતની મોટી સરકારી બેંકોમાંથી એક બેંક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓવરસીસ બેંકે પણ એમસીએલઆરમાં વધારો કર્યો છે. આ કારણથી બંને બેંકના કસ્ટમર પર હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોનનો બોજો વધવાનો છે. તમને જણાવી દઈએ કે, બંને બેંકોએ એમસીએલઆરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. આ નવા દર ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ થી લાગૂ થઈ ગયા છે.
ઇન્ડિયન ઓવરસીસ બેંકે જણાવ્યું છે કે, આ વધારો દરેક ટર્મની લોન માટે લાગુ થશે. ઇન્ડિયન ઓવરસીસ બેંકે એમસીએલઆરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. હવે બેંકનો નવો એમસીએલઆર એક દિવસ માટે ૭.૧૫ ટકા થઈ ગયો છે. ત્યારે ૬ મહિનાનો mclr ૭.૭૦ ટકા થઈ ગયો છે. જ્યારે એક વર્ષનો એમસીએલઆર ૭.૭૫ ટકા થઈ ગયો છે. બેંક ઓફ બરોડાનો એમસીએલઆરમાં વધારો થયા બાદ બેંકનો ઓવરનાઈટ એમસીએલઆર ૭.૫૦ ટકા થઈ ગયો છે. ત્યારે ૩ મહિનાનો એમસીએલઆર ૭.૫૦ ટકા, ૬ મહિનાનો એમસીએલઆર ૭.૬૫ ટકા અને ૧ વર્ષની લોન પર એમસીએલઆર ૭.૮૦ ટકા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, હોમ લોન, પર્સનલ લોન, કાર લોન અને કોઈપણ પ્રકારની લોન પર કેટલું વ્યાજ વસૂલ કરશે. આ બધુ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટના આધારે નક્કી કરવામાં આવે છે. તેના આધારે લોન લેનારની મંથલી ઇએમઆઇ નક્કી થયા છે.
શું છે mclr જાણો છો ખરા? તમને જણાવી દઈએ કે, આરબીઆઇએ એપ્રિલ ૨૦૧૬ માં લોન લેવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેના અંતર્ગત કોઈપણ બેંક કોઈપણ ગ્રાહકને એમસીએલઆરથી ઓછામાં લોન આપી શકતી નથી. એટલે કે તમામ ગ્રાહકોથી વ્યાજ વસૂલ કરવાનો આ ન્યૂનતમ દર હોય છે. જોકે, બેંક આ રેટ ઉપરાંત પણ ગ્રાહકો પાસેથી વ્યાજ દર વસૂલી શકે છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં આનાથી ઓછો ચાર્જ લેવામાં આવતો નથી.