‘હૂં તારી હીર’નું ગરબા સોંગ ‘ઢોલ વાગે’ મચાવી રહ્યું છે ધૂમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ અને માઁ અંબાની આરાધના અને ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી. આ વર્ષે નવરાત્રી મહોત્સવનેધામધૂમથી ઉજવવા માટે ખેલૈયાઓ તૈયારી કરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે ખૈલેયાઓમાં ધૂમ મચાવતા અપકમિગ ગુજરાતી ફિલ્મ ‘હૂં તારી હીર’નું ગરબા સોંગ લૉન્ચ કરવામાં આવ્યું છે, જે ચોક્કસ પણે નવરાત્રીમાં ધૂમ મચાવી દેશે.

હાલમાં જ, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને સાંસ્કૃતિક વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે ‘હૂં તારી હીર’ના મેકર્સ દ્વારા નવરાત્રી મહોત્સવને વધુ પારંપરિક બનાવતા ‘ઢોલ વાગે’ ગરબા સોંગને લૉન્ચ કરવામાં આવ્યું છે. જે ગરબાપ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદારના મધુર સ્વરમાં ‘ઢોલ વાગે’ ગરબા સોંગ ખેલૈયાઓને ગરબાના તાલે ઘૂમવા માટે મજબૂર કરી દેશે. ‘ઢોલ વાગે’ ગીતમાં રાહુલ મુંજારીયાએ સંગીત આપ્યું છે, તો ગીતના શબ્દો મિલિંદ ગઢવીના છે.

Photo 03
puja Joshi

‘હૂં તારી હીર’ એક છોકરીના હૃદયની અવર્ણિત વાતને વર્ણવતી કથા ધરાવે છે. ધ્વનિ ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પૂજા જોશી, ભરત ચાવડા, ઓજસ રાવલ, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી અને સોનાલી લેલે દેસાઈ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ‘હૂં તારી હીર’ ફિલ્મ ડેસ્ટિનેશન યોર્સ એન્ટરટેઇનમેન્ટ્સ દ્વારા પાવરા એન્ટરટેઇનમેન્ટ અને ધ્વનિ ગૌતમ ફિલ્મની સહયોગિતામાં પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેના નિર્માતા ડૉ.જયેશ પાવરા, દિશા ઉપાધ્યાય અને સમીર એમ ઉપાધ્યાય છે. આ ફિલ્મ 7 ઓક્ટોબર, 2022ના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.  

‘ઢોલ વાગે’ ગરબા સોંગ લિંકઃ https://www.youtube.com/watch?v=GOykZldYcR0

Photo 04

Share This Article