મોટર ઈન્શ્યુરન્સઃ તમારે શા માટે જરૂરી છે અને તેના લાભો જાણો!

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વાહનની ખરીદી સાથે ભારતીય પરિપ્રેક્ષ્યમાં ભાવનાત્મક અને નાણાકીય રોકાણ સંકળાયેલું છે અને માલિકો મોટે ભાગે તેનું હાનિથી રક્ષણ કરવા માટે સાવચેતીનાં પગલાં લેતા હોય છે. જોકે અકસ્માત, ચોમાસાને લીધે હાનિ જેવા જેવા અણદેખીતા સંજોગો અમુક વાર અનિવાર્ય હોયછે. આવા સમયે વ્યાપક અને પૂરતો મોટર ઈન્શ્યુરન્સ આવી સ્થિતિઓમાં વાહન માલિકનાં નાણાં સંરક્ષિત કરી શકે છે. તે સમારકામનો ખર્ચ, ચોરી, નૈસર્ગિક આપત્તિઓ, ભાંગફોડ વગેરે જેવી ઘટનાઓ અને થર્ડ પાર્ટી લાયેબિલિટીઓ માટે રક્ષણ સહિત ઘણા બધા લાભો આપે છે. આવાં જોખમોની નિર્બળતા ચોમાસામાં વધી શકે છે, જેથી વાહન માલિકોએ ભરપૂર સૂઝબૂઝ રાખવાનું જરૂરી છે.

મોટર ઈન્શ્યુરન્સના મહત્ત્વ પર બોલતાં એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના વીમાંકનના પ્રમુખ પંકજ વર્માએ જણાવ્યું હતું કે, “વીમાનું મહત્ત્વ અને વાહનને કોઈ પણ પ્રકારની હાનિ સંબંધી વિવિધ સમસ્યાઓને તે કઈ રીતે આવરી લેછે તે સમજવાનું જરૂરી છે. પોતાની હાનિ અને થર્ડ પાર્ટી લાયેબિલિટીઓ માટે રક્ષણ પૂરું પાડતો વ્યાપક વીમા સાથે વાહનનું રક્ષણ કરીને નાણાકીય તાણ નિવારવા માટે આ સલાહભર્યો વિકલ્પ છે. જોકે ફક્ત વીમો ખરીદી કરવાનું પૂરતું નથી. તમારે તેને સમયાંતરે નવીનીકરણ પણ કરવું જોઈએ. તમારા વાહનને કોઈ પણ દુર્ઘટના દરમિયાન રક્ષણ મળે તેવી પૂરતી વીમા ધરાવવી તે સૂઝબૂઝપૂર્વકનો નિર્ણય છે.

ભારતમાં મોટર વેહિકલ્સ એક્ટ 1988 અનુસાર બધાં વાહનો પાસે પ્રમાણિત થર્ડ- પાર્ટી લાયેબિલિટી પોલિસી હોવી જોઈએ. આથી જો તમે વાહનના માલિક હોય તો ફરજિયાત થર્ડ પાર્ટી લાયેલિબિટીને આવરી લેતી વીમા યોજના લેવાનું જરૂરી છે. જોકે સ્ટાન્ડર્ડ મોટર ઈન્શ્યુરન્સ રક્ષણ દ્વારા મોટે ભાગે આવરી નહીં લેવાતા નુકસાનને દૂર રાખવા માટે ખાધની ભરપાઈ, એનસીબી (નો ક્લેઈમ બોનસ) રક્ષણ, મૂળભૂત રોડસાઈડ સહાય, કન્ઝ્યુમેબલ્સ માટે એન્જિન ગાર્ડ અસુવિધા ભથ્થાનું રક્ષણ, કટોકટીનો તબીબી ખર્ચ, પ્રવાસીઓ માટે બહેતર અંગત અકસ્માત રક્ષણ વગેરે જેવા જરૂરી એડ-ઓન્સ સાથે સુસજ્જ હોવું આવશ્યક છે. આ વિસ્તારિત રક્ષણ નજીવી ફી ચૂકવીને વાહનની પોલિસીમાં ઉમેરી શકાય અને તે અત્યંત લાભદાયી હોય છે.

મોટર ઈન્શ્યુરન્સ ઉદ્યોગે તાજેતરનાં વર્ષોમાં નોંધપાત્ર પરિવર્તન અનુભવ્યાં છે. ડિજિટાઈઝેશનને કારણે વીમા કંપનીઓ વર્તમાન અને ભાવિ ગ્રાહકોની જરૂરતો અને અપેક્ષાઓને અસરકારક રીતે પહોંચી વળતી પ્રોડક્ટો હવે ઓફર કરે છે અને આસાનીથી ખરીદી કરવા ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. કિફાયતી શ્રેણીમાં ઉત્તમ રક્ષણ મેળવવા માટે કોઈ પણ વીમા પોલિસી ખરીદી કરવા પૂર્વે સૂઝબૂઝપૂર્વક સંશોધન કરવાનું સલાહભર્યું છે.

Share This Article