“અમારા વિદ્યાર્થીઓ તમામ તહેવારો સમાન ઉત્સાહથી ઉજવે છે.” – રાજેશ ભાટિયા, ફાઉન્ડર
આ અઠવાડિયે, ટ્રીહાઉસ ચેઇન ઑફ સ્કૂલ્સે લગભગ બે વર્ષના રોગચાળા સંબંધિત પ્રતિબંધો પછી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી. ફાઉન્ડર અને શિક્ષણશાસ્ત્રી રાજેશ ભાટિયાએ જણાવ્યું, “ભારતમાં ઘણી બધી આસ્થાઓ અને અનેક સુંદર વિવિધતા છે. તેથી જ અમારા વિદ્યાર્થીઓ બધા તહેવારો સમાન ઉત્સાહથી ઉજવે છે. આ વર્ષે, તેમની ઊર્જા વધુ અસાધારણ હતી, કારણ કે તેઓ બે વર્ષમાં પ્રથમ વખત ઑફલાઇન ઉત્સવોમાં ભાગ લઈ રહ્યા હતા.”
બાળકો ભગવાન કૃષ્ણ અને રાધાના પોશાક પહેરીને આવ્યા હતા. ઉજવણી દરમિયાન પૌરાણિક વાર્તાઓ વર્ણવવામાં આવી હતી, સ્કીટ્સ અને નૃત્યના પાઠ યોજાયા હતા, ગીતો ગાવામાં આવ્યા હતા અને ત્યાં સુધી કે ‘દહી હાંડી’ની ઉજવણી પણ કરવામાં હતી, જેમાં મોટા બાળકોએ ભાગ લીધો હતો.