ભારતની બીજી સૌથી મોટી OTA બ્રાન્ડ, Goibibo પર નોંધાયેલા તાજેતરના આંકડા મુજબ, અમદાવાદના વિમાન પ્રવાસીઓ ગોવા, ઉદયપુર અને માઉન્ટ આબુમાં રજાઓ ગાળવાનું પસંદ કરે છે. અમદાવાદીઓ દ્વારા આ ત્રણેય પ્રવાસન સ્થળો (એકસાથે લઇને) માટે જુલાઇમાં કરાયેલા બુકિંગની સરખામણીમાં ઓગસ્ટમાં બુકિંગમાં 45%નો વધારો થયો છે.
આગામી લાંબા- વિકેન્ડના અંતે મુસાફરી કરવા અને અમદાવાદના પ્રવાસીઓ માટે નજીકના ભવિષ્યમાં વધુ લાભદાયી બનાવવા માટે, Goibibo તેના પ્રવાસીઓને તેના પ્લેટફોર્મ પર ‘ડેઇલી સ્ટીલ ડીલ્સ’ ઓફરને પસંદ કરીને તેમની રજાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહ્યુ છે. દરરોજ રિફ્રેશ થતા 2000 થી વધુ સ્ટીલ વર્થી ડીલ્સ સાથે, પ્રવાસીઓ ‘ડેઈલી સ્ટીલ ડીલ્સ’ દ્વારા હોટલ અને ફ્લાઈટ્સ પર 50% સુધીનો ફાયદો મેળવી શકે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં તેનું લોન્ચિંગ થયુ ત્યારબાદથી, આ ઓફરે 700,000 કરતાં વધુ યુઝરોને આકર્ષીત કર્યા છે – જે બ્રાન્ડ વેલ્યૂ શોધનારા પ્રવાસીઓ માટે એક કોંગ્રિગ્રેશન પોઇન્ટ બનાવે છે.
પોતાના મંતવ્યો વ્યક્ત કરતા, Goibiboના ચીફ ઓપરેટિંગ ઓફિસર વિપુલ પ્રકાશે જણાવ્યુ કે, “જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે અને લોકો આગામી મહિનાઓમાં તહેવારોની સિઝન માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે અમે અમદાવાદમાંથી પ્રવાસમાં નોંધપાત્ર વધારો થવાની આશા રાખીએ છીએ.
ફ્લાઈટ્સ, હોટેલ્સ, ઓલ્ટરનેટિવ એકોમોડેશન્સ, હોલીડે, અને ઘણું બધું અમારા સિંગલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિવિધ પ્રવાસ પસંદગીઓ સાથે – અમે અમદાવાદની અમારી સુવિધાઓની નવી રેન્જ ઓફર – જેમ કે બુક નાઉ પે લેટર, ફ્લાઇટ્સ માટેનું પ્રાઇસ લોક ફિચર, ટ્રેનો માટે ગો કન્ફર્મ્ડ ટિકિટ અને ડેઇલી સ્ટીલ ડીલ્સ સહિતની કેટલીક કિંમત-આધારિત ઓફરો રજૂ કરવા આતુર છીએ ”.
આ મૂલ્ય-આધારિત ઓફરો ઉપરાંત, અમદાવાદના યુવા પ્રવાસીઓ Goibiboના યુથ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એક્સક્લુઝિવ ટ્રાવેલ બેનેફિટ્સ અને કો-બ્રાન્ડેડ ઑફર્સના લાભો લઈ શકે છે. યુવાઓની મુસાફરીની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં હાલમાં 230,000 યુવાઓ મેમ્બરો તરીકે સામેલ છે. આગામી મહિનાઓમાં, જેમ જેમ મુસાફરી વધુ વેગ પકડશે તેમ, Goibibo નવી અને ઇનોવેટિવ યુથ-બેઝ્ડ ઓફરોની કલ્પના કરવા અને રજૂ કરવાના તેના પ્રયત્નોને બમણું કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આ ઉપરાંત, પ્રવાસીઓ એવી પ્રોડક્ટ્સ પણ પસંદ કરી શકે છે જે બુકિંગમાં સરળતા આપે છે અને છેલ્લી ઘડીની મુસાફરીની મુશ્કેલીઓ સામે તેમને સુરક્ષિત કરે છે. દાખલા તરીકે, ગો-કન્ફર્મ્ડ ટિકિટ કે જે ચાર્ટની તૈયારી પહેલાં અનકન્ફર્મ્ડ ટિકિટ માટે 3X રિફંડ સાથે ટ્રેન મુસાફરોને મદદ કરે છે તેના વોલ્યુમમાં મહિને દર મહિને વધારો જોવા મળી રહ્યો છે.
આંકડાઓ દર્શાવે છે કે, અનકન્ફર્મ્ડ ટિકિટ ધરાવતા દર ચારમાંથી એક પેસેન્જરે ભૂતકાળમાં આ સુવિધા પસંદ કરી છે. એકંદરે, goConfirmed ટિકિટ અને અન્ય સુવિધા-આધારિત ઓફરો દ્વારા, goibibo તેના યુઝરો માટે મુસાફરીને મુશ્કેલી-મુક્ત બનાવવાના તેના વચનને પૂરું કરવાનું ચાલુ રાખે છે.