અગાઉની યુગપત્રીમાં આપણે જોયું કે સાધનાપથ પર ગુરુ અને શિષ્ય બન્ને આનંદના અધિકારી થાય છે. હવે આગળ,
ऐ “ फ़ना ” शुक्र है आज वादे फ़ना, उस ने रख ली मेरे प्यार की आबरू |
अपने हाथों से उसने मेरी कब्र पर, चादर-ऐ-गुल ल चढ़ाई मज़ा आ गया ||
चादर-ऐ-गुल = फूलों की चादर या गुलदस्ता
અને છેલ્લે ફના બુલંદશહેરી સાહેબ શ્લેષ અલંકારનો ઉપયોગ કરે છે.આખા અંતરાનો અર્થ એવો થાય છે કે
” હે ફના ! પ્રેમમાં મર્યા પછી પણ (ફનાહ થયા પછી પણ)
હું એનો આભાર માનું છું કે એણે મારા પ્રેમની આબરૂ રાખી લીધી.એણે પોતાના હાથે મારી કબર પર ફૂલોની ચાદર ચડાવી કે મર્યા પછી પણ મજા આવી ગઈ..”
આ આખી વાત પરથી મને લાગે છે કે સાધક જેમ જેમ સાધનામાં ડૂબતો જાય છે એમ એમ એની સઘળી જવાબદારી ગુરુ ઉપાડી લે છે એટલા માટે શિષ્ય પણ નિશ્ચિન્ત થઈ સાધનામાં ઊંડો ઉતરી શકે છે.
ઝેરનો પ્યાલો પીને મીરા શ્યામના રંગમાં વધુ રંગાય છે,કોટડીમાં કેદ થઈને નરસિંહ મહેતા વધુ સંવેદનશીલ થઇને કેદાર રાગ ગાય છે.અને ત્યારે એને પરમની ચર્મસીમાની પાર અનુભૂતિ થાય છે અને એને આનંદ આવે છે.
સદ્દગુરુ પોતે શિષ્યના દુર્ગુણોને એના મનમાં ભંડારી દઈ ને ઉપર પ્રેમની ચાદર ચડાવે છે,સાધકના માથા પર પ્રેમથી હાથ મૂકે છે ત્યારે સાધકને મજા આવે છે અને અનહદ આનંદની પ્રાપ્તિ થાય છે.
અને સદગુરુ તો એમાં જ રાજી થાય છે.
આજ સાથે યુગપત્રીના મેરે રશ્કે કમર ના બધા ભાગ અહીં પુરા થાય છે. વધુ એક આવા જ ગીત સાથે આવતા શુક્રવારે ફરી મળીશું..
Columinst :- યુગ અગ્રાવત