ડિજિટલાઈઝેશને વીમા સહિત અનેક ઉદ્યોગોની કામગીરીમાં નવો ચીલો ચાતર્યો છે. વીમા કંપનીઓએ ઓટોમેશનની પાર જતી સૈદ્ધાંતિક કામગીરીઓમાં ઊંડાણમાં જવા સાથે વધતા ડિજિટાઈઝેશનનું મહત્ત્વ ગ્રહણ કર્યું છે. આજે પોલિસી અંગે પ્રશ્નો અને દાવાઓ માટે ગ્રાહકો સાથે સંદેશવ્યવહાર કરવા માટે મોજૂદ ચેનલો ગ્રાહકોને પ્રત્યક્ષ અને એજન્ટ- સન્મુખતા અનુભવો માટે માનવી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સમાવેશ ધરાવતી હાઈબ્રિડ ઓફરો સાથે વધુ બહેતર બની છે. ક્ષેત્રમાં ઊભરી આવેલી નવી ડિજિટલ ઓફરો અને સેવાઓનાં પરિણામે નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. આ પરિવર્તનમાં પોલિસી જારી કરવી, દાવાની પ્રક્રિયા, નવીનીકરણ અને પ્રોડક્ટ નાવીન્યતાનો પણ સમાવેશ થાય છે. વીમા કંપનીઓ માટે વૃદ્ધિની તકોને મહત્તમ બનાવવા માટે ગ્રાહકોના અનુભવ અને પ્રવાસની નવેસરથી કલ્પના કરવા ડિજિટાઈઝેશનનો ઉપયોગ કરવાનું મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
આ વિશે બોલતાં ભારતી એક્સા લાઈફ ઈન્શ્યુરન્સના પાર્ટનરશિપ્સ અને ગ્રુપ બિઝનેસના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર સંદીપ મિશ્રાએ જણાવ્યું હતું કે,“વીમા ઉદ્યોગમાં નવી શોધ થઈ રહી છે અને તેની ટેકનોલોજીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ રહ્યું છે, જેને લીધે હાઈબ્રિડ ક્લાઉડ વ્યૂહરચના અને એપીઆઈ- પ્રેરિત આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને ડિજિટલ સાનુકૂળતા અને હાઈપર- ઓટોમેશનની ખાતરી રહેશે. ભારતી એક્સા લાઈફમાં અમે વધતી ગ્રાહકોની જરૂરતો વિશે અમારી મજબૂત સમજદારી સાથે ઉત્તમ કક્ષાનો ગ્રાહક અનુભવ આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમે પર્સનલાઈઝ્ડ અનુભવો વિકસાવવા, બુદ્ધિશાળી કાર્યપ્રવાહોનો અમલ કરવા, ગ્રાહકોને સહભાગી કરવા અને તેમનો વીમા પ્રવાસ સુધારવા માટે ડેટાનો લાભ લઈએ છીએ. અમે અમારા ડિજિટલ ઈન્ટરફેસ થકી ગ્રાહકલક્ષીતા અને ઓફરની સુવિધાઓ પર ભાર આપીને આગળ વધવાનું ચાલુ રાખીશું.
મહામારીએ ઉદ્યોગોમાં ડિજિટલાઈઝેશનની ગતિને વધારી દીધી છે ત્યારે વીમા કંપનીઓએ ડિજિટલ અભિમુખ ગ્રાહક અનુભવ અને પ્રોડક્ટો નિર્માણ કરવા માટે પરિવર્તન અપનાવવાનું અને વેપાર મોડેલો પર પુનઃવિચાર કરવાનું આવશ્યક છે. કંપનીઓ બદલાતી બજારસ્થળની અપેક્ષાઓને અપનાવે છે તેઓ ગ્રાહકને જાળવી રાખવામાં અને લાંબે ગાળે વૃદ્ધિ કરવા માટે સુસજ્જ બને છે.