હિન્દુ ધર્મમાં ભગવાનની આરાધના કરવા માટે ઘણી બધી સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમ કે કંકુ, ચંદન, અબીલ ગુલાલ, અગરબત્તી, વગેરે..આપણે રેગ્યુલર પૂજા પાઠમાં દિવો અને અગરબત્તી કરીએ છીએ. શું તમને ખબર છે અગરબત્તી શા માટે કરવામાં આવે છે? અગરબત્તી પ્રગટાવવી શુભ ગણવામાં આવે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે અને અગરબત્તી સાથે ધાર્મિકતા સંકળાયેલી છે. સામાન્ય રીતે હિન્દુ લોકો સવાર અને સાંજ અગરબત્તી કરતા હોય છે.
સ્ટ્રેસ દુર થાય છે– અગરબત્તી વ્યક્તિના મગજ પર સ્વાસ્થ્યપ્રદ પ્રભાવ નાંખે છે. અગરબત્તીની સુગંધ મગજને રિલેક્સ કરે છે. અગરબત્તીથી પોઝીટીવ એનર્જી મળે છે જેનાથી મગજ તનાવમુક્ત રહે છે.
શક્તિ આપે છે– અગરબત્તી મન પર એક ખાસ પ્રભાવ પાડે છે, જે નવા કાર્યો કરવા માટે જાગરૂક બનાવે છે.
અગરબત્તી પ્રગટાવવનું વૈજ્ઞાનિક કારણ– અગરબત્તીના ધૂમાડાથી બેક્ટેરિયા મરી જાય છે અને રોગ ફેલાવવાની શક્યતા ઓછી થઇ જાય છે.
વાતાવરણ શુદ્ધ થાય છે– પૂજા પાઠ કરતા સમયે અગરબત્તીનો ધૂમાડો ઘરના ખૂણે ખૂણે ફેલાય છે, જેનાથી ઘર પવિત્ર થઇ જાય છે. અગરબત્તીથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે.
હિન્દુ ધર્મમાં દરેક વસ્તુનો મહિમા દર્શાવવામાં આવ્યો છે, માટે અગરબત્તીનો મહિમા પણ દર્શાવવામાં આવ્યો છે.