- શરૂઆતના વીસ 787-10ને નવા કેબિન પ્રોડક્ટ્સથી સજાવવા 350 મિલિયન યુએસ ડોલરનું રોકાણ.
- નવી રિજનલ બિઝનેસ ક્લાસ સીટ રિક્લાઇન થઇને સંપૂર્ણપણે ફ્લેટ બેડ બની જાય છે.
સિંગાપોર એરલાઇન્સે તેમના રિજનલ કેબિન પ્રોડક્ટસની આગામી શ્રેણીનું ઉદ્ઘાટન કર્ય઼ું હતું જેને નવા બોઇંગ 787-10 પર ફીટ કરવામાં આવશે જે આઠ કલાક સુધીની ફ્લાઇટની મુસાફરીની વ્યાખ્યા બદલી નાખશે.
નવા કેબિન પ્રોડક્ટ્સમાં બિઝનેસ ક્લાસના સર્વ ગ્રાહકો માટે સંપૂર્ણપણે ફ્લેટ બેડ અને બેઠકોની હરોળ વચ્ચેનો માર્ગ પૂરો પાડશે. તેમ જ ઇકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે છ માર્ગના એડજસ્ટેબલ હેડરેસ્ટ સાથે લોકોને સર્વોચ્ચ આરામ કરવાની તક મળે તે હેતુથી નિર્માણ કરવામાં આવેલા બેક રેસ્ટ તથા માય ક્રીસ વર્લ્ડ દ્વારા તેના સર્વ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવેલા વ્યક્તિગત ઇન ફ્લાઇટ મનોરંજનનો સમાવેશ થાય છે.
સિંગાપોર ખાતેની અનાવરણ વિધિમાં તેને પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યા હતા. આ અનાવરણ વિધિ બાદ સાઉથ કેરોલિના નોર્થ ચાર્લ્સટનના બોંઇગના ઉત્પાદન યુનિટમાંથી દુનિયાનું પ્રથમ 787-10 એરક્રાફ્ટનું આગમન થયું હતું.
નવા 787-10માં બે ક્લાસમાં કુલ મળીને 337 સીટ છે જેમાં બિઝનેસ ક્લાસમાં 36 સીટ અને ઇકોનોમી ક્લાસમાં 301 સીટનો સમાવેશ થાય છે.
નવો બિઝનેસ ક્લાસઃ
સ્ટેલિયા એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલી 787-10ની નવા બિઝનેસ ક્લાસની બેઠકોને સામેની તરફ ફેસીંગ કરતી અને 1-2-1 ગોઠવણીમાં ગોઠવવામાં આવી છે જેથી દરેક પ્રવાસીને હરોળ વચ્ચેનો માર્ગ મળે. પોતાનો મુસાફરીનો અનુભવ વધુ સારો બને તે માટે ગ્રાહકો પોતાના અંગત સામાન માટે સ્ટોરેજની વધુ જગ્યા, ઇન સીટ પાવર સપ્લાય અને યુએસબી પોર્ટવાળી બિઝનેસ પેનલ અને પ્રકાશની તીવ્રતામાં વધારો ઘટાડો કરી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ રીડિંગ લાઇટ જેવી વધુ વિશિષ્ટતાઓનો લાભ પણ મળશે.
નવો ઇકોનોમી ક્લાસઃ
રિકારો દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલા નવા ઇકોનોમી ક્લાસની સીટ પણ તમને ઉત્તમ ફ્લાઇટ અનુભવની તક પ્રદાન કરે છે. 787-10ના 3-3-3ના રૂપરેખાંકનમાં ગોઠવાયેલી ઇકોનોમી ક્લાસની 301 સીટની દરેક સીટ પર છ માર્ગના એડજસ્ટેબલ હેડરેસ્ટ સાથે લોકોને સર્વોચ્ચ આરામ કરવાની તક મળે તે હેતુથી નિર્માણ કરવામાં આવેલા બેક રેસ્ટ અને ફોલ્ડ કરી શકાય તેવી વીંગ્સ છે જે ગળાને વધુ સપોર્ટ આપે છે. ઇકોનોમી ક્લાસના પ્રવાસીઓને આપવામાં આવેલી અન્ય વિશેષતાઓમાં પોતાની નાની અંગત વસ્તુઓ માટે પર્સનલ સ્ટોરેજની જગ્યા, કોટ લટકાવવાનું હુક, યુએસબી પોર્ટ અને ઇન-સીટ પાવર સપ્લાયનો સમાવેશ થાય છે.
ઇન–ફ્લાઇટ મનોરંજનનો નવો અનુભવઃ
નવા 787-10ના દરેક પ્રવાસીઓને ક્રીસ વર્લ્ડ દ્વારા નિર્મિત અને દુનિયાના પ્રથમ આઇઇઇ પર્સનલાઇઝેશનવાળા તેમના ઇન-ફ્લાઇટ મનોરંજનનો ભરપૂર અવકાશ મળશે. ક્રીસ વર્લ્ડની વિશેષતાઓમાં પ્રવાસીઓની પસંદગીના અને તેમના શો જોવાના ઇતિહાસને આધારે તેમને ભલામણ કરવામાં આવશે અને ક્રીસ ફ્લાય મેમ્બર તેને બુકમાર્ક કરી તેની અન્ય ફ્લાઇટ વખતે પોતાનો શો અગાઉની ફ્લાઇટમાં જ્યાંથી છોડ્યો હતો, ત્યાંથી જોઇ શકશે.
સિંગાપોર એરલાઇન્સ દુનિયાની પ્રથમ એરલાઇન્સ છે જે ક્રીસ વર્લ્ડ પર ટોકા બોકા, સાગો મીનીની ગેમ્સની સિરિઝ ઓફર કરે છે. આરંભમાં તો મનોરંજનની આ સુવિધા 787-10માં જ ઉપલબ્ધ થશે અને ધીમે ધીમે આ સુવિધા એરલાઇન્સની ફ્લીટના અન્ય એરક્રાફ્ટમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.