એથર એનર્જી જે ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક છે, તેણે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં 450X Gen-3 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. 450 સિરિઝનુ Gen-3 ઘણા નવા ફિચરો સાથે આવે છે જે તેનું પર્ફોર્મન્સ અને રાઇડ કોન્સિસ્ટન્સી વધારે છે. 450X Gen 3 હવે એક વિશળ અને વધુ શક્તિશાળી 3.7 kWh બેટરીથી સજ્જ છે, જે 146 કિલોમીટરની ARAI- સર્ટિફાઇડ રેન્જ અને 105 કિલોમીટરની TrueRangeTM આપે છે. 450X Gen 3 અને 450 Plus Gen 3નું અમદાવાદ અને સુરતના એક્સપ્રિરિયન્સ સેન્ટરો પર રિટેલ વેચાણ કરવામાં આવશે.
એથર જે જાન્યુઆરી 2021થી ગુજરાતમાં રિટેલ વેચાણ કરી રહ્યું છે અને તેના ઇ-સ્કૂટર્સને મજબૂત પ્રતિસાદ મળ્યો છે. એથર કંપની ક્વાર્ટર-દર-ક્વાર્ટર બુકિંગમાં 25 ટકાની વૃદ્ધિ નોંધાવી રહી છે. ગુજરાતમાં તેના ઇ-સ્કૂટરની વધતી માંગને પહોંચી વળવા, એથર કંપની આગામી મહિનાઓમાં બરોડા, રાજકોટ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં તેનું રિટેલ ફૂટપ્રિન્ટ વિસ્તારી રહી છે. 2022ની IPL સિઝનની વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે એથર એનર્જીની ભાગીદારી પછી એથરના સ્કૂટરની માંગ ટોચે પહોંચી છે. એથર એનર્જીએ નવી રચાયેલી અમદાવાદ ફ્રેન્ચાઇઝી – ગુજરાત ટાઇટન્સ ના મુખ્ય પાર્ટનર તરીકે ભાગીદારી કરી છે અને એથર એનર્જી બ્રાન્ડ ગુજરાત ટાઇટન્સની સત્તાવાર ટીમની જર્સીના આગળના ફ્રન્ટ ભાગમાં જોવા મળે છે.
એથર એનર્જીના વાઇસ પ્રેસિડેન્ટ – માર્કેટિંગ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિલય ચંદ્રા એ જણાવ્યું કે, “ગુજરાતએ એથરના ઇલેક્ટ્રિક સ્કૂટર્સને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે અને 450X Gen 3ના લોન્ચિંગની સાથે, અમે રાજ્યમાં માંગમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. 450X Gen 3 હવે નવા ફિચરોની ઓફરના પ્રતાપે રાઇડ રિફાઇનમેન્ટના અત્યંત ઉત્કૃષ્ઠ સ્તરો પૂરાં પાડે છે. રોમાંચક છતાં વિશ્વાસપાત્ર અને સતત પર્ફોર્મન્સ કરતા ઈલેક્ટ્રિક સ્કૂટર શોધી રહેલા ગ્રાહકોને એથર 450X ખરેખર આકર્ષક લાગશે. અમે સમગ્ર ગુજરાતમાં અમારા ફૂટપ્રિન્ટને વિસ્તરણ કરવાનું ચાલુ રાખીએ છીએ, એથર 450X Gen 3 એ રાજ્યમાં E2W સેગમેન્ટને વિકસીત કરવામાં અને નવા ગ્રાહકોને એથર ફોલ્ડમાં લાવવામાં મહત્ત્વપૂર્ણ રહેશે”
વધારે પાવરફૂલ બેટરી થી રાઇડર્સને સતત પર્ફોર્મશન પ્રાપ્ત થાય છે, જે ઉત્કૃષ્ઠ થર્મલ મેનેજમેન્ટ મારફતે પ્રાપ્ત થાય છે. આવશ્યકપણે, હાઇ-સ્પીડ મોડ્સમાં રાઇડ કરતી વખતે, 450X Gen 3 સમગ્ર રાઇડ દરમિયાન તેનો પાવર જાળવી રાખે છે, તે પણ ભૌગોલિક વિસ્તાર, તાપમાન અથવા વજનને ધ્યાનમાં લીધા વગર. હવે રાઇડર્સ ‘રાઇડ’ મોડમાં પણ ઝડપથી ઉભા ઢાળ પર ચઢવાનો અનુભવ કરવામાં સક્ષમ રહેશે, જેમાં તેમને રેન્જ સાથે સમાધાન કર્યા વગર તેમને એક સમાન સ્તરનો રોમાંચ મળશે. ઉપરાંત, 450X Gen 3 માં એક નવું ‘Smart EcoTM મોડ’ છે જે રાઇડર્સને ‘Eco’ મોડની રેન્જ ઓફર કરતી વખતે ‘Ride’ મોડમાં ફરવાનો આનંદ માણવાની મંજૂરી આપે છે. અપગ્રેડેડ વર્ઝન પાંચ રાઈડ મોડ – વાર્પ, સ્પોર્ટ, રાઈડ, સ્માર્ટઈકો અને ઈકો ઓફર કરશે. Warp મોડમાં મહત્તમ પાવર આઉટપુટ 6.2 kW (8.7 hp) છે.
એથર 450X Gen3 એ રાઇડ ક્વોલિટી અને સેગમેન્ટમાં આવા પ્રકારની પ્રથમ ઓલ-એલ્યુમિનિયમ ફ્રેમ, સંપૂર્ણ રીતે સંતુલિત વેઇટ ડિસ્ટ્રીબ્યૂશન અને અવિશ્વસનીય રીતે ઓછા ગુરુત્વાકર્ષણ કેન્દ્રનું બેન્ચમાર્ક છે. રાઇડિંગ પર્ફોર્મન્સને વધારવા માટે, 450X પહોળા રેર ટાયર સાથે આવે છે જે ટર્ન્સ પર વારા પર ઝુકાવતી વખતે અને શોર્ટ બ્રેકિંગ ડિસ્ટન્સને અને વધુ સારી પકડ પ્રદાન કરવા માટે મૂળભૂત રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. રાઇડિંગના અનુભવમાં વધારો કરવા માટે 450X મોટા રિયર ટાયર્સ ધરાવે છે, જે સારી ગ્રીપ પ્રદાન કરવા માટે મુખ્યત્વે ડિઝાઇન કરાયા છે.
આ એક નવા સંયોજન અને સુધારેલ ટ્રેડ પ્રોફાઇલ દ્વારા હાંસલ કરાયુ છે, જે તમામ હવામાનની પરિસ્થિતિઓમાં 22 ટકા વધુ સારી પકડ તરફ દોરી તરફ જાય છે. વાહન ઉપર ચાલકની કોન્સિસટન્સી અને હેન્ડલિંગ શ્રેષ્ઠ સ્તરે રહે તેની ખાતરી કરવા માટે, એથરે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)ની રજૂઆત કરી છે. TPMS રેન્જને જાળવી રાખવા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ટાયરનું ઓછું દબાણ બેટરી પર દબાણ વધારે છે. જ્યારે TPMS એક એક્સેસરી છે, તે દરરોજ હોન્ડલિંગ, પર્ફોર્મન્સન અને રેન્જમાં કોન્સિસ્ટન્સીની સુનિશ્ચિત કરવા માટે એક આવશ્યક ફિટમેન્ટ છે.
UI/UXના મોરચા પર, નવું એથર 450X Gen 3 હવે રિ-આર્કિટેક્ટેડ એથર સ્ટેક અને અપગ્રેડ કરેલ 2 GB RAM સાથે અપગ્રેડેડ ડેશબોર્ડ ધરાવે છે. આનાથી મેમરી- ઇન્ટેન્સિવ એપ્લીકેશનના પર્ફોર્મન્સમાં ઘણો વધારો થશે અને ભવિષ્ય માટેના ફિચરો જેવા કમાન્ડ્સ, મલ્ટી-લેંગ્વેજ સપોર્ટ, ભારે ગ્રાફિક્સ, ડીપ ડાયગ્નોસ્ટિક્સ અને ઘણુ બધુ અનલોક કરશે. એક અપગ્રેડેડ RAMનો મતલબ પણ ઉંચા તાપમાનમાં ઉત્કૃષ્ઠ પર્ફોર્મન્સ છે.
450X Gen3 પાસે હવે નવુ રીઅર વ્યુ મિરર્સ છે જે દૃશ્યતાના મામલે 2X અને વિશ્વસનીયતામાં 5X વધુ સારા છે. મિરરને સિંગલ-કાસ્ટ એલ્યુમિનિયમ સાથે ડિઝાઇન કરવામાં આવી છે અને કન્વેનિન્સી અને એડજસ્ટિબિલિટી પૂરી પાડવા માટે
સ્કૂટરના નેચરલ એક્સટેન્શનના રૂપમાં દેખાય છે. 450X Gen 3 એકદમ નવા સાઇડસ્ટેપની પણ રજૂઆત કરે છે, જે સ્કૂટરની ડિઝાઇન સાથે મૂળભૂત રીતે એકિકૃત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાઇડસ્ટેપ એ મજબૂતી અને ક્લિન એસ્થેટિક્સ માટે સિંગલ-કાસ્ટ એલ્યુમિનિયમથી બનેલું છે અને તેને નરમ રબરની સપાટી સાથે જોડવામાં આવ્યું છે, જે મજબૂત પકડ પ્રદાન કરે છે, અને પ્રીમિયમ લૂક સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે. સાઇડસ્ટેપ સ્કૂટરની ડિઝાઇન સાથે એટલી સારી રીતે ભળી જાય છે કે તે લગભગ એવું જ છે – જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે તે ત્યાં છે, જ્યારે તમને ન હોય ત્યારે તે અદ્રશ્ય છે.
એથર એનર્જી એ એવા કેટલાંક OEMs પૈકીનું એક છે જે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પણ મૂડીરોકાણ કરે છે. કંપનીએ ગુજરાતમાં 20 ફાસ્ટ-ચાર્જિંગ પોઈન્ટ, એથર ગ્રીડ સ્થાપિત કર્યા છે અને ચાર્જિંગ નેટવર્કને મજબૂત બનાવવા અને ઈલેક્ટ્રિક સ્કૂટર્સને તણાવમુક્ત અને અનુકૂળ બનાવવા માટે આગામી મહિનામાં વધુ 40 પોઇન્ટ ઉમેરવાની યોજના ધરાવે છે. કંપની સમગ્ર દેશમાં નાણાકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં કોમેન્ટ સ્ટાર્ટ 1500 એથર ગ્રીડ ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. ઝડપી ચાર્જિંગ નેટવર્ક તમામ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર માટે ઉપલબ્ધ છે. એથર એનર્જી ગ્રાહકોને તેમના એપાર્ટમેન્ટ અને બિલ્ડીંગમાં હોમ ચાર્જિંગ સોલ્યુશન્સ સેટ કરવામાં પણ મદદ કરે છે.
એથર એનર્જી એ ભારતના મુખ્ય શહેરોમાં તેના રિટેલ ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કર્યુ છે અને હાલમાં તે 42 રિટેલ સ્ટોર્સ સાથે 36 શહેરોમાં હાજરી ધરાવે છે. કંપની માર્ચ 2023 સુધીમાં 150 એક્સપિરિયન્સ સેન્ટરો સાથે 100 શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. Gen-3 450X ની કિંમત રૂ. 137,612 (એક્સ-શોરૂમ અમદાવાદ) છે અને 450 પ્લસ પણ રૂ. 116,102 (એક્સ-શોરૂમ અમદાવાદ)માં ઉપલબ્ધ થશે જેમાં કેન્દ્ર અને રાજ્યની સબસિડી સામેલ છે. બંને વેરિઅન્ટ હવે ગુજરાતના લોકો માટે ટેસ્ટ રાઇડ્સ અને બુકિંગ માટે ખુલ્લા છે.