કપડવંજ શહેરના ડાકોર રોડ પર વસતા તળાવમાં યુવતીની છેડતી બાબત સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં એક જ કોમના બે ટોળાઓ સામ સામે આવી બાખડી પડ્યા હતા. ત્યારે ફરીવાર મામલાને લઈ મામલો બિચક્યો હતો. જેમાં એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા. આ બંને ટોળા ભીલ સમાજના હતા જેમાં રવિવારના રોજ બનેલી યુવતીની છેડતી બાબતે મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ ઘટનામાં કેટલાક ઈસમો દ્વારા શહેરના ડાકોર રોડ બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક યુવાનોએ પોતાના હાથમાં પથ્થર લઈ છૂટા ફેંક્યા હતા જેમાં પાંચ વર્ષના બાળકને ઇજા પહોંચી હતી. જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બે ટોળા વચ્ચે છૂટા હાથે પથ્થર ફેંકતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ દંગ રહી ગયા હતા. નજીકમાં જ શૈક્ષણિક સંકુલ આવેલું હોવાથી વિદ્યાર્થીઓને પણ અવરજવર ચાલુ જ હતી જો કે પથ્થર મારો વધુ કરવામાં આવ્યો હોત તો પથ્થરમારામાં નિર્દોષ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોત. એક જ સમાજના પરિવારોમાં બોલાચાલી થઈ હતી. હિંચકા પર બેસવા માટે ઝઘડો થયો હતો. જો કે બનાવની જાણ થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોચી ૭ વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે. આ બનાવની કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી.
ડાકોર રોડ પર આવેલ ભીલવાસમાં એક જ કોમના બે ટોળા વચ્ચે છુટા હાથે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં એક પાંચ વર્ષના બાળક જીગો ભીલને માથાના ભાગે પથ્થર વાગતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. બાળક ઇજાગ્રસ્ત થતાં પરિવારમાં ચિંતા વ્યાપી હતી.કપડવંજ શહેરના ડાકોર રોડ પર રવિવારે રાતે યુવતીની છેડતી બાબતે મામલો બિચક્યો હતો. પણ આજ મામલો ગરમાતા એક જ કોમના ટોળાઓ સામ સામે આવી ગયા હતા અને છુટા હાથે પથ્થરમારો કરી થોડા સમય માટે રસ્તો બાનમાં લીધો હતો. જેના કારણે જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો. ઘટનામાં એક બાળકને પથ્થર વાગતા ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.