ભારતના મુખ્ય શહેરોને વિએતનામ સાથે જોડતા નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સના પ્રારંભના પગલે, વિએતજેટ દ્વારા ભારતીય બજાર માટે મોટી નેટવર્ક વૃદ્ધિ અને અમલીકરણ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. નવી ફ્લાઇટ સેવાઓ અમદાવાદથી હેનોઇ, દા નાંગ અને હો ચી મિન્હ (સાઇગોન) શહેરને જોડવાનું આયોજન છે જે વિએસનામના સૌથી જાણીતા વ્યવસાય અને પર્યટનના શહેરો છે.
નવા રૂટ્સ 2022ના ચોથા ત્રિમાસિકગાળા સુધીમાં ચાલુ કરવામાં આવશે. આ એરલાઇન દ્વારા વર્ષના અંત સુધીમાં ભારતના અન્ય મુખ્ય શહેરો સુધીની નવી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવાનું પણ આયોજન છે.
એરલાઇન દ્વારા તાજેતરમાં નવી દિલ્હી, મુંબઇથી હેનોઇ અને હો ચી મિન્હ શહેરને જોડતા નવા ડાયરેક્ટ રૂટ્સના પ્રારંભ બાદ આ જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મુંબઇ તેમજ દિલ્હીને દક્ષિણ-પૂર્વ એશિયાના ખૂબ જ પસંદગીના બીચ મુકામ ફુ ક્વોક આઇલેન્ડ સાથે જોડવાનું આયોજન છે જે સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.
નવી ડાયરેક્ટ ફ્લાઇટ્સ ભારતીય મુલાકાતીઓને વિએતનામની મુસાફરી કરવાનું સરળ અને પરવડે તેવું બનાવવાની સાથે સાથે, દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય મુકામ બાલી, બેંગકોક, કુઆલાલમ્પુર અને સિંગાપોરને તેમજ આગળ ઉત્તર-પૂર્વ એશિયાના સિઓલ, બુસાન, ટોક્યો, ઓસાકા, ફુકુઓરા, નાગોયા અને તાઇપેઇ વગેરે શહેરોને પણ જોડશે.
વિએતનામે કોવિડ-19 સંબંધિત લાગુ કરવામાં આવેલા તમામ આગામનના નિયમનોને હટાવી દીધા છે અને પ્રવાસીઓ દેશમાં આવીને સંપૂર્ણપણે મહામારી પહેલાંની જેમ જ પર્યટનનો સંપૂર્ણ આનંદ માણી શકે છે. ભારતમાંથી આવતા મુસાફરો ઇ-વિઝા માટે સરળતાથી અરજી કરી શકે છે અને તેમના વિએતનામના પ્રવાસનો આનંદ માણી શકે છે.
દક્ષિણ-પૂર્વ એશિયાના હાર્દમાં આવેલું અને ભવ્ય સંસ્કૃતિ, વિવિધ કુદરતી મનોહર દૃશ્યો, સ્વાદિષ્ટ ભોજન અને મૈત્રીપૂર્ણ સ્થાનિક લોકોનું ઘર એવું વિએતનામ તાજેતરના વર્ષોમાં પસંદગીના મુકામ તરીકે ઉભરી આવ્યું છે અને દુનિયાભરમાંથી વધુને વધુ લોકોને આકર્ષી રહ્યું છે અને અગ્રણી વૈશ્વિક પ્રવાસન મેગેઝિનમાં નિયમિતધોરણે તેની પ્રશંસા થઇ રહી છે. ભારતીય પર્યટકો માટે પણ તે આકર્ષકનું મુકામ બન્યુ.