ગુજરાતી ફિલ્મોમાં એક નવા જ અંદાજમાં “53મું પાનું” ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેનું ટ્રીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. યુ ટ્યુબ પર રીલીઝ થયેલા આ ટ્રીઝરને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર જોયા બાદા આ ફિલ્મમાં અનેક સસ્પેન્સ સામે આવ્યો છે. “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની ફિલ્મના આજે રિલીઝ થયેલ ટ્રીઝર બાદ ટ્રેલર પણ આગામી સમયમાં રીલીઝ થશે પરંતુ ટ્રીઝર જોયા બાદ લોકોને ફિલ્મ જોવાની તાલાવેલી વધારી દીધી છે. ફિલ્મમાં એક સુપર જર્નાલિસ્ટ અને પ્રેમમાં એડવોકેટને એવી પરિસ્થિતિઓમાં બતાવવામાં આવી રહ્યા છે કે જેઓ એક સિસ્ટમ સામે અને વિલનના પડકારને ઝીલી રહ્યા છે. ત્યારે શું તેમને ન્યાય મળશે ખરો? સાથે આ ફિલ્મનું નામ “53મું પાનું” છે પરંતુ ગંજીપાનાની બાજી 52 પાનાની હોય છે. આ ટાઈટલ પરથી જ લાગી રહ્યું છે “53મું પાનું” એટલે શું છે? આ સસ્પેન્સ શું છે.
ટ્રીઝરમાં એક નવા જ રૂપમાં કિંજલ રાજપ્રિયા તથા ચેતન દહીયા તથા આર્જવ ત્રિવેદી નવા જ રૂપમાં જોવા મળ્યા છે. ગાંધી આશ્રમ ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં કિંજલ રાજપ્રિયા અને આર્જવ ત્રિવેદીએ પ્રમોશનલ ઈવેન્ટમાં ટ્રીઝરને લઈને કેટલીક મહત્વની વાત કહી હતી.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more