અમદાવાદમાં પાર્ટી આપવાની ના પાડનાર મિત્રએ મિત્રને ચપ્પુ માર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેશ સહિત ગુજરાતમાં શું થઈ રહ્યુ છે લોકો નાની નાની બાબતમાં એટલા બધા ક્રોધમાં આવી જાય છે કે તેમને પોતાને જ જાણ રહેતી નથી કે તે શું કરી રહ્યા છે અને આવી જ રીતે અમદાવાદના બાપુનગરમાં રામદેવનગરની ચાલીમાં રહેતો અનિલ પ્રજાપતિ તેના મોટા બાપાના ઘરે રહે છે.

૨૭ જૂને અનિલનો બર્થડે હોવાથી તે મિત્રો સાથે રિવરફ્રન્ટ ગયો હતો અને તેના મિત્રોએ કેક કાપી બર્થડેની ઉજવણી કરી અનિલને તેનો મિત્ર શિવમ એક્ટિવા પર તેની ચાલીના નાકે ઉતારી ગયો હતો. તે દરમિયાન વિહતનગરમાં રહેતો તેનો મિત્ર હર્ષ કલ્યાણકર વિહતનગરના નાકે ઊભો હતો, જેથી અનિલે હર્ષને મળતાં હર્ષને ખબર પડી કે અનિલનો બર્થ-ડે છે. આથી તેણે પાર્ટી માગતાં અનિલે હર્ષને કહ્યું, અત્યારે મારી પાસે પૈસા નથી, એટલે કાલે પાર્ટી નહીં આપું. આ બાબતે ઉગ્ર વાતો થતાં ઉશ્કેરાયેલા હર્ષે અનિલને ગાળો બોલી, ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અનિલના હાથ પર મારી ભાગી ગયો હતો. આ અંગે બાપુનગર પોલીસે હર્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article