ભારતી એક્ઝા લાઇફ એ ભારતના અનેક અગ્રણી બિઝનેસ ગ્રુપ ભારતી એન્ટરપ્રાઇસ અને વિશ્વની સૌથી મોટી વીમા કંપનીઓમાંની એક એવી AXA વચ્ચેનું સંયુક્ત સાહસ છે, તેણે સતત બીજી વર્ષે પણ પોતાની #SawaalPucho કેમ્પેન નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ ડે પૂર્વે કેમ્પેન શરૂ કરી છે. કંપની દરેક ચેનલ્સમાં આ કેમ્પેન દ્વારા 6 લાખથી વધુ ગ્રાહકોને લક્ષ્યાંક બનાવવાનો ઇરાદો સેવી રહી છે.
#SawalPuchoનું મુખ્ય અને પ્રાથમિક ધ્યાન ગ્રાહકોને પૉલિસી ખરીદતા પહેલા જાગૃત રહેવા અને સંબંધિત પ્રશ્નો પૂછવા માટે સશક્ત બનાવવાનું છે. તેનો હેતુ ગ્રાહકોને વીમા પૉલિસી વિશે વધુ સમજવામાં, યોગ્ય પૉલિસી ખરીદવા અને વીમા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓને સમજવામાં મદદ કરવાનો છે. આ કેમ્પેન જીવન વીમા સાથે સંકળાયેલી લોકપ્રિય માન્યતાઓનું ખંડન કરશે અને તેનો હેતુ વીમાની છેતરપિંડી અને ખોટી વેચાણ તરફ ધ્યાન દોરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનો છે.ભારતી AXA લાઇફ હેલ્પલાઈન દ્વારા ગ્રાહકોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેમ્પેન માટે કંપની તેના વ્યાપક ગ્રાહક આધાર, એજન્ટ અને ભાગીદાર નેટવર્ક વગેરેનો લાભ ઉઠાવશે. તે સમગ્ર સોશિયલ મીડિયા ચેનલો પર વાતચીતને આગળ વધારશે અને તેના નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ ડેની કેમ્પેનની આસપાસ ગ્રાહકોની ભાગીદારી વધારવા માટે તમામ ચેનલો અને બૅન્કેસ્યોરન્સ ભાગીદારોને પણ જોડશે.
આ ઝુંબેશ પર ટિપ્પણી કરતા, ભારતી AXA લાઇફના માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના વડા સુશ્રી ગીતાંજલિ કોઠારીએ કહ્યું હતુ કે: “ભારતી AXA લાઇફમાં, અમારો પ્રયાસ વીમાને સરળ બનાવવા અને ગ્રાહકોને સ્માર્ટ પસંદગી કરવા માટે સશક્ત બનાવવાનો છે. #SawaalPucho ઝુંબેશ સાથે, અમે નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ ડેની આસપાસ વીમાની જાગૃતિ અને સમજને વિસ્તૃત કરવાની અને આ વર્ષે પણ દેશભરમાં મજબૂત ભાગીદારીની અપેક્ષા રાખીએ છીએ. આ કેમ્પેન વીમાના પાયાના પાસાઓને સમજવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, સાથે સાથે સામાન્ય છેતરપિંડીની પ્રવૃત્તિઓ વિશે પણ માહિતગાર છે જેનો ગ્રાહકો શિકાર બની શકે છે. લોકોને યોગ્ય પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરીને, અમે આશા રાખીએ છીએ કે ઝુંબેશ આવા કિસ્સાઓને ઘટાડવામાં મદદ કરશે. તે પર્યાપ્ત જીવન વીમા કવરેજ સાથે અમારા પ્રિયજનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે. અમે આ વર્ષે પ્રતિભાવો અને સહભાગિતાની પ્રતીક્ષા કરી રહ્યા છીએ અને સમગ્ર દેશમાં અમારા ગ્રાહકો અને ભાગીદારો સાથે પડઘો પાડતી આ સામેલગીરીવાળી પહેલો રજૂ કરવાનું ચાલુ રાખીશું.”
ભારતી AXA લાઇફ ઇન્સ્યોરન્સ વિશે
ભારતી AXA લાઇફ ઇન્સ્યોરન્સ એ લાઇફ ઇન્સ્યોરન્સ એ ભારતી, ટેલિકોમ, એગ્રીકલ્ચર બિઝનેસ અને રિટેલમાં રુચિ ધરાવતા ભારતના અગ્રણી બિઝનેસ જૂથોમાંના એક અને નાણાકીય સુરક્ષા અને સંપત્તિ વ્યવસ્થાપનમાં રસ ધરાવતી વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક એવી AXA વચ્ચેનું સંયુક્ત સાહસ છે. સંયુક્ત સાહસ કંપનીમાં ભારતી 51% અને AXA 49% હિસ્સો ધરાવે છે. કંપની તેની 254 ઓફિસો દ્વારા સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે અને વ્યક્તિગત અને જૂથોને લક્ષિત નાણાં અને જરૂરિયાત આધારિત વીમા ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.