માસિક અને ત્રિમાસિક વેચાણના વિક્રમ તોડ્યા પછી શ્કોડા ઓટો ઈન્ડિયાએ તેના ગ્રાહકોને 101,111મી ઓક્ટવિયાની ડિલિવરી કરીને વધુ એક વિક્રમ નોંધાવ્યો છે. આ સાથે શ્કોડા ઓક્ટાવિયાએ પાર્ટસ એન્ડ કમ્પોનન્ટ્સ (સીકેડી) માર્ગે ભારતમાં સૌથી વધુ વેચાતી કાર તરીકે વિક્રમ પણ નોંધાવ્યો છે. ઉપરાંત શ્કોડા ઓક્ટાવિયા હવે ભારતમાં હાલ એકધાર્યા વેચાણમાં ટોચની સૌથી લાંબી ચાલેલી નેમપ્લેટ્સમાં પણ અજોડ સ્થાન બનાવ્યું છે.
શ્કોડા ઓક્ટાવિયા દ્વારા આ સીમાચિહનરૂપ સિદ્ધિ પર બોલતાં શ્કોડા ઓટોના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે જણાવ્યું હતું કે, “ઓક્ટાવિયા ભારતમાં અમારા પ્રવેશ સમયથી જ શ્કોડા ઓટો સાથે પ્રતિકાત્મક છે. તેણે ભારતીય ગ્રાહકો માટે ડિઝાઈન, ટેકનોલોજી, કમ્ફર્ટ, વર્સેટાલિટી અને ડ્રાઈવિંગ ડાયનેમિક્સનું વેલ્યુ લક્ઝરી પેકેજ આપ્યું છે અને 2001માં લોન્ચ કરાઈ ત્યારે પોતાનું સેગમેન્ટ નિર્માણ કર્યું છે. તે ભારતમાં સર્વકાલીન સૌથી લાંબી વેચાતી સીકેડી પણ બની છે, જેણે હાલમાં જ 1 લાખ વેચાણનું નિશાન પાર કર્યું છે. છેલ્લા બે દાયકાથી શ્કોડા ઓક્ટાવિયાને એકધાર્યો પ્રેમ અને ટેકો આપતા ચાહકો અને ગ્રાહકોના અમારા પરિવારે આ સિદ્ધિ શક્ય બનાવી તે માટે તેમને ખૂબ ખૂબ આભારી છું.”
પરિવર્તન એકધાર્યું છે એવા આ યુગમાં ઓક્ટાવિયાની ચોથી પેઢીએ સતત ઉત્ક્રાંતિ પામતા પડકારો, બજારની સ્થિતિઓ, આર્થિક વધઘટ અને ગ્રાહકની અગ્રતાઓને સતત પહોંચી વળી, તે હાથ ધર્યા છે, અસ્તિત્વ ટકાવી રાખ્યું છે અને સફળતા મેળવી છે. ભારતમાં ફક્ત દુનિયાભરની નવી કારોનો ધસારો જોવા મળતો હતો તે સમયથી લઈને આકાંક્ષા હેચબેકથી સેડાનથી એસયુવી સુધી પહોંચવા સુધી શ્કોડા ઓક્ટાવિયાએ તેની સમકાલીન ડિઝાઈન, ગુણવત્તા, ડ્રાઈવર અને તેના પ્રવાસીઓને સહભાગી કરવાની ક્ષમતા સાથે અડીખમ રહી છે અને ભારતમાં સી- સેગમેન્ટમાં સફળ કાર બની છે.
શ્કોડા ઓક્ટાવિયા નામ લેટિન મૂળનું છે, જે સંખ્યા 8 દર્શાવે છે. શ્કોડાની યુદ્ધ પછીની લાઈન-અપમાં તે 8મું સંપૂર્ણ નવું મોડેલ હતું અને સ્વતંત્ર ઓલ- વ્હીલ સસ્પેન્શન સાથે કારની શ્કોડાની આધુનિક પેઢીમાં 8મી કાર પણ હતી. આથી મહત્ત્વપૂર્ણ સંગીતમાં ઓક્ટેવ પરફેક્ટ ઈન્ટરવલ છે, જે 8 તાલનો ઉત્તમ ચક્રિય લય છે અને એકદમ સહજ તાલ છે, જેમાં સર્વ શૈલી અને સ્વરૂપોનું સર્વ સંગીત કમ્પોઝ કરાય છે. તેના નામને સાર્થક કરતાં ઓક્ટાવિયા
હંમેશાં સંતુલન, સાતત્યતા, વર્સેટાલિટી અને સાદગીનું દ્યોતક રહી છે. ઓક્ટાવિયા નામ પહેલી વાર ઓક્ટાવિયા કોમ્બી સાથે 1959માં અને ત્યાર પછી 1961માં ઉપયોગ કરાયું હતું. આ મોડેલ 1971 સુધી ઉત્પાદનમાં હતું, જે વીડબ્લ્યુ ગ્રુપ હેઠળ 1996માં પુનરુત્થાન કરાયું ત્યાં સુધી જળવાઈ રહ્યું હતું. તેને કંપની દ્વારા બિનવિધિસર રીતે ઓક્ટાવિયા (ઓજી) અને ઓક્ટાવિયા (એ4) તરીકે સંદર્ભિત કરાતી હતી.
ઓક્ટાવિયાની પ્રથમ પેઢીના ડિઝાઈનર ડર્ક વેન બ્રેકેલ કહે છે, “અમે અમારાં પ્રથમ ગ્રાહક પરીક્ષણો કર્યાં ત્યારે અમને માની નહીં શકાય તેવાં પરિણામો મળ્યાં જેની પરથી અમુક કશુંક ખરેખર વિશેષ કરી રહ્યા છે એવો સંકેત અમને મળ્યો હતો. તેમાંથી એવું ફલિત થયું કે ખરેખર અમે તે કરી રહ્યા છીએ. આ લૂક સાથે ઓક્ટાવિયા આવી હતી, જે પરંપરા, ગુણવત્તા અને સ્પોર્ટિંગ મહત્ત્વાકાંક્ષાનું દ્યોતક છે અને તેની સાથે નોંધપાત્ર મોકળાશભરી જગ્યા સહિત આ બધું જ અત્યંત વાજબી દરે આવે છે. ઉપરાંત સમકાલીન ડિઝાઈન અને ક્રાંતિને બદલે ઉત્ક્રાંતિની ફિલોસોફીએ ઓક્ટાવિયાને તેની હાલની ઊંચાઈ પરથી નવી ઊંચાઈએ પહોંચાડી દીધી છે.”
આ પ્રથમ પેઢીની ઓક્ટાવિયા 1996માં આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવી હતી, જેણે શ્કોડા પ્રોડકશન કાર્સમાં ઘણી બધી ટેકનોલોજિકલ વિશિષ્ટતાઓ લાવી દીધી હતી. ફ્રન્ટ સાઈડ એરબેગ્સ, સર્વ વર્ઝનમાં પાવર સ્ટીયરિંગ અને ટર્બોચાર્જડ એન્જિન્સ જેવી ટેકનોલોજી છે.
ઓક્ટાવિયા એ4 ભારતમાં 2001માં આવી હતી, જે પછી 2004માં વીઆરએસ આવી હતી, જે પ્રોડકશન કારમાં પ્રતિકાત્મક, પરફોર્મન્સ આધારિ બેજ ધારણ કરનાર પ્રથમ શ્કોડા હતી. વીઆરએસે 2000માં તેનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. વર્ષ 2004માં ભારતમાં પણ ટીડીઆઈ, ટીએસઆઈ અને વીઆરએસ સ્વરૂપમાં કોમ્બી રજૂ કરવામાં આવી હતી. વાસ્તવમાં વીઆરએસ ભારતમાં સૌપ્રથમ ટર્બો- ચાર્જડ પેટ્રોલ એન્જિન પ્રવાસી કાર હતી. વર્ષ 2005માં ઓક્ટાવિયાની નવી પેઢીને લોરા (એ5) તરીકે રિ-બેજ્ડ કરાઈ હતી, જે સુસંગત અપડેટ્સ સાથે મૂળ ઓક્ટાવિયા હજુ પણ 2010 સુધી માગણીને પહોંચી વળતી હતી. એ7 ઓક્ટાવિયા 2013માં આવી હતી અને 2017માં વીઆરએસ 230 સાથે વીઆરએસ વર્ઝન મળ્યું હતું અને 2020માં વીઆરએસ 245 આવી હતી, જે સૌથી ઝડપી રોડ- પ્રોડકશન શ્કોડામાંથી એક રહી છે. એ8 હાલની ઓક્ટાવિયા 2021માં આવી હતી અને આજે પણ તેની શ્રેણીમાં એકમાત્ર પ્રોડક્ટ રહી છે. વૈશ્વિક સ્તરે સર્વ બોડી સ્ટાઈલ, એન્જિન અને આઈટિરેશન્સમાં લગભગ 7.5 મિલિયન ઓક્ટાવિયા વેચવામાં આવી છે.
ઓક્ટાવિયા અજોડ, હાઈ પરફોર્મન્સ વર્ઝન ધરાવતી દેશમાં પ્રથમ નેમપ્લેટ પણ છે, જે વીઆરએસ સાથે ફક્ત કોસ્મેટિક કામ નહોતું. વીઆરએસ આજે તેનું પોતાની ઓર્ગેનિક ક્લબ અને ચાહકો ભારતમાં ધરાવે છે.
તે જ કિંમત શ્રેણીમાં તેના પ્રથમ પ્રીમિયમ સેડાન અનુભવ માટે ભારતીય બજારને ખોલવા ઉપરાંત ઓક્ટાવિયાએ અજોડ નોચબેક ડિઝાઈન પ્રસ્તુત કરી હતી. આ સાથે ક્લાસિક સેડાનનું મનોહરતા અને પ્રમાણસરતા તરીકે પદાર્પણ થયું હતું, જે બૂટ અને ગ્લાસ સેકશન સાથે એકત્ર આખું રિયર ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આ સિમ્પ્લી ક્લેવર એન્જિનિયરિંગ સમાધાને ઓક્ટાવિયા હેચબેકને 528 લિટર બૂટ સાથે વર્સેટાલિટી અને એસ્ટેટ- લેવલ્સની સપાટી આપી છે, જે વિશાળ ખૂલતા દરવાજા સાથે 1328 લિટર સુધી વિસ્તારી શકાતું હોવાથી અતુલનીય લોડિંગ જગ્યા આપે છે. હાલમાં ઓક્ટાવિયા તેના નામની ખૂબી સાથે સાતત્યતા જાળવીને 1555 લિટર સુધી વિસ્તારવાની ક્ષમતાસાથે 600 લિટર બૂટસ્પેસ આપે છે.