ટાટા પાવરે પોતાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રવીર સિન્હાની નીમણુંકની જાહેરાત કરવામાં આવી છે. આ નિયુક્તિ ૧ મે, ૨૦૧૮થી પ્રભાવિત થશે.
સિન્હા અત્યારે દિલ્હી ડિસ્ટ્રીબ્યૂશન (ટીપીડીડીએલ)ના સીઇઓ તથા મેનેજિંગ ડાયરેક્ટક છે. ટીપીડીડીએલ ટાટા પાવર તથા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની સરકારનું એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (સંયુક્ત સાહસ) છે, જે ઉત્તર તથા ઉત્તર-પૂર્વી દિલ્હીમાં સિત્તેર લાખ લોકોને વીજળી પહોંચાડે છે.
સિન્હા ઉર્જા ક્ષેત્રમાં ત્રણ દાયકાનો લાંબો અનુભવ ધરાવે છે અને તેમને વીજળી વિતરણ ક્ષેત્રમાં રૂપાંતરણ લાવવા અને વિકસિત કરવા અને ભારત તથા વિદેશોમાં ગ્રીન લેન્ડ તથા બ્રાઉનફિલ્ડ પાવર પ્લાંટની સ્થાપનાનો શ્રેય આપવામાં આવે છે.
ટાટા પાવરના અધ્યક્ષ તથા ચંદ્રશેખરને જણાવ્યું કે ઉર્જા ક્ષેત્રમાં પ્રવીર સિન્હાનો ગાઢ અનુભવ અને એક્ઝેક્યુશન કરવાની, વધુ લાભ મેળવવા અને હિતધારકોની સાથે નિર્બાધ કાર્ય કરવાની તેમની ક્ષમતા ટાટા પાવર માટે અત્યંત મૂલ્યવાન થશે, કારણ કે આ ઝડપથી વધતા પાવર બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને પોતાના વિસ્તાર કરવા પર જોર આપે છે.