ઇકોમર્સ ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાયે ગુજરાતના ગાંધીનગરમાં એનો પ્રથમ સ્ટુડિયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઓફલાઇન વિસ્તરણ કંપનીના આકર્ષક બજારોમાં પહોંચવાના તથા ભારતમાં હોમ અને લિવિંગ માર્કેટપ્લેસમાં ઓમ્નિચેનલ વ્યવસાય ઊભો કરવાના ઉદ્દેશને સુસંગત છે. અત્યારે પેપરફ્રાય દેશમાં 80+ શહેરોમાં 160+ સ્ટુડિયો સાથે કાર્યરત છે.
કંપનીએ એનો પ્રથમ સ્ટુડિયો વર્ષ 2014માં શરૂ કર્યો હતો. નવો સ્ટુડિયો બોધી મેટ્રોલોજી સેન્ટર સાથે જોડાણમાં શરૂ થયો છે, જે ગાંધીનગરમાં કુડાસણમાં મોકાના વિસ્તારમાં સ્થિત છે તથા 420 ચોરસ ફીટ કાર્પેટ એરિયામાં ફેલાયેલો છે. આ ગ્રાહકોને ફર્નિચર અને હોમ પ્રોડક્ટ્સના વિશાળ કેટાલોગનો વ્યવહારિક અનુભવ પૂરો પાડે છે, જેને પેપરફ્રાયની વેબસાઇટ પર ઉપલબ્ધ 1 લાખથી વધારે પ્રોડક્ટના વિશિષ્ટ પોર્ટફોલિયોમાંથી કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને દેશના ઇન્ટેરિયર ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ પાસેથી વિશેષ ડિઝાઇન પર સલાહ મળશે. ગાંધીનગરમાં સ્ટુડિયોનો ઉદ્દેશ ગુજરાતમાં ઘર અને ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી પાડવા ખરીદીનો અંગત અનુભવ આપવાનો છે.
વર્ષ 2017માં શરૂ થયેલું પેપરફ્રાય ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડલ ઓર્ડર પૂર્ણ કરવાની અને પેપરફ્રાય દ્વારા વેચાણ પછીની સેવા પૂરી પાડે છે, જેને સ્ટુડિયો ડિઝાઇન, લોંચ અને સેટ અપ, કાર્યકારી માર્ગદર્શન, માર્કેટિંગ અને પ્રમોશન પર ટેકો પ્રાપ્ત છે. પેપરફ્રાય સ્થાનિક ઉદ્યોગસાહસિકો સાથે જોડાણ કરે છે, જેઓ અતિ સ્થાનિક માગના ચક્રો અને પ્રવાહોથી વાકેફ હોય છે. પેપરફ્રાય દર મહિને આશરે 8થી 9 ફ્રેન્ચાઇઝી શરૂ કરે છે.
જૂન, 2021માં શરૂ થયેલો પેપરફ્રાય એક્સલરેટર પ્રોગ્રામ પેપરફ્રાયની ઓફલાઇન કામગીરી વધારવા શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત છે – ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ દ્વારા જરૂરી મૂડીગત ખર્ચ રૂ. 15 લાખથી શરૂ થાય છે. આ મોડલ 100 ટકા પ્રાઇસ પેરિટી પર આધારિત છે અને પાર્ટનરને પ્રોડક્ટ ઇન્વેન્ટરી રાખવાની જરૂર નથી, જે તેને પારસ્પરિક લાભદાયક વ્યવસાયિક જોડાણ બનાવે છે.
આ લોંચ પર પેપરફ્રાયના ફ્રેન્ચાઇઝિંગ અને એલાયન્સિસના બિઝનેસ હેડ અમૃતા ગુપ્તાએ કહ્યું હતું કે, “અમને બોધી મેટ્રોલોજી સેન્ટર સાથે જોડાણમાં ગાંધીનગરમાં અમારો નવો સ્ટુડિયો શરૂ કરવાની ખુશી છે. પેપરફ્રાય ફ્રેન્ચાઇઝીની માલિકી હોવી ઉદ્યોગસાહસિકની સફળતા છે અને અમારો ઉદ્દેશ મેટ્રોપોલિટન અને ટિઅર 1 શહેરો ઉપરાંત અન્ય વિસ્તારોના ગ્રાહકો સુધી પહોંચવાનો છે. અમારા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સમાં સફળ વ્યવસાયો, મહિલા ઉદ્યોગસાહસિકો, પૂર્વ સૈન્ય અધિકારીઓ અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો સામેલ છે. અત્યારે પેપરફ્રાયના અમારા મોટા ભાગના ગ્રાહકો એઆર અને વર્ચ્યુઅલ પ્રોડક્ટ ઇન્ટરેક્શન્સનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં ઘર નામની લાગણી પેદા કરવાના અમારા અભિયાન સાથે અમે ગ્રાહકને શ્રેષ્ઠ સેવા સતત પ્રદાન કરવા પ્રયાસરત છીએ.”
બોધી મેટ્રોલોજી સેન્ટરના માલિક મનોજ દવેએ કહ્યું હતું કે, “અમને પેપરફ્રાય સાથે જોડાણ કરવાની ખુશી છે. કંપનીએ વિશિષ્ટ ઓમ્નિચેનલ વ્યવસાય ઊભો કર્યો છે. અમને આશા છે કે, અમારું જોડાણ ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવામાં મદદરૂપ થશે.”