વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સવારે નવસારીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે અમદાવાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે અમદાવાદના બોપલમાં ઈસરોના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતને વડાપ્રધાને વધુ એક ભેટ આપી છે. નાસા જેવી જ કામગીરીની આબેહૂબ કામગીરી જોવા મળશે. તે ઉપરાંત ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ હેતું છે. ૨૧મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે.
ઈન-સ્પેસ સેન્ટર તમામ માટે મોટો અવસર લઈને આવ્યું છે. ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે. આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે. આજે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની ભૂમિકા ભજવશે. ઈન-સ્પેસમાં અંતરિક્ષ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની પણ ક્ષમતા છે. ભારતના આઈટી સેક્ટરનું સામર્થ્ય આજે દુનિયા જોઈ રહી છે. નાની ઉંમરના યુવાનો મક્કમ પગલાં માંડી રહ્યાં છે. હવે રોજે રોજ સ્પેસ ટેકનોલોજીની માંગ વધતી જાય છે. સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનશે. સ્પેસ ટેક હવે સામાન્ય માનવીના જીવનનો ભાગ બની રહી છે.
ખાનગી કંપનીઓની જરૂરિયાતોને સાંભળવામાં આવશે. અંતરિક્ષમાં વિકાસનો આ સીલસીલો આગળ પણ ચાલુ રહેશે. અંતરિક્ષ અને સમુદ્રની શક્તિઓથી પરિસ્થિતિઓને કાબુમાં કરી શકીશું. દેશ નવી અંતરિક્ષ નીતિઓ પર પણ કામ કરે છે. પહેલાં સેટેલાઈટ લોન્ચ થતાં ત્યારે થોડા નેતાઓને જ બોલાવતા હતાં. આગામી દિવસોમાં અંતરિક્ષની તાકાત ઉંચાઈ પર હશે. પહેલાં ભારતના યુવાનોને તક મળતી નહતી. પ્રાઈવેટ સેક્ટર ઈસરો સાથે મળીને કામ કરી શકે તેવું આયોજન છે.કેટલીક પ્રાઈવેટ કંપનીઓએ પોતાના રોકેટની ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે. પીએસએલવી રોકેટના નિર્માણમાં પણ પ્રાઈવેટ સેક્ટર આગળ આવ્યું છે. અત્યારે ૬૦ કંપનીઓ લીડ કરી રહી છે. આ સિદ્ધિ માટે ઈસરોના લોકો ઘન્યવાદને પાત્ર છે. પહેલાં અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી સામે આશંકા હતી. ઈસરો અને ખાનગી કંપની વચ્ચે આ સેન્ટર સેતુરૂપ ભૂમિકા ભજવશે.
ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત મોટી છલાંગ લગાવશે. નવી ડ્રોન નીતિ અને નવી આરોગ્ય નીતિ સરકારે બનાવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદ અને ઈસરોને જુનો સંબંધ છે. ઈસરોના કારણે અમદાવાદનો વિસ્તાર સેટેલાઈટ તરીકે ઓળખાય છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા અમદાવાદમાં ભારતના પહેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)ના હેડક્વાર્ટરનું વડાપ્રધાન મોદી ૧૦ જૂને ઉદ્દઘાટન કરશે. ઇન સ્પેસને કારણે અમદાવાદ ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. સરકારને અંદાજ છે કે અમદાવાદમાં ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે.
ઉદઘાટન પૂર્વે જ ૧૩ કંપનીએ ઈસરો સાથે એમઓયુ કર્યા છે. ખાનગી કંપનીઓ ઇન સ્પેસ મારફતે નાણાં ભરીને લેબોરેટરી, મોંઘા ઇન્સ્ટ્રૂમેન્ટ, કિંમતી ફેબ્રિકેશન ઇન્સ્ટ્રૂમેન્ટ, એરો સ્પેસ માટેના સોફ્ટવેર, ડેટા, કન્સલ્ટન્સી, કેબિન- ઓફિસ અને ખાસ કરીને હાઇપફોર્મ્ન્સ સુપર કમ્પ્યૂટરનો પણ ઉપયોગ કરી શકશે. જ્યારે કે કોઇ કંપની કે સ્ટાર્ટઅપ આ ખરીદી કરે તો ખૂબ મોટા બજેટનું રોકાણ કરવું પડશે, પરંતુ ઇન સ્પેસ મારફતે તેઓ સરકારના સાધનોનો ઉપયોગ કરી શકતી હોવાથી મોંઘા ઈન્સ્ટ્રૂમેન્ટ નહીં ખરીદવા પડે. સ્ટાર્ટઅપ પોતાની અરજી ઇન- સ્પેસની ઓફિસ અથવા ઓનલાઇન પોર્ટલ પરથી કરી શકશે. ત્યારબાદ અરજી પર ટેકનિકલ, લીગલ અને સિક્યુરિટી ડાયરેક્ટર તપાસ કરશે.
ઇન- સ્પેસ તમામ મુદ્દાનો રિવ્યૂ કરી અરજીને માન્ય રાખશે. ત્યારબાદ જે-તે કંપની અથવા સ્ટાર્ટઅપ પોતાનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. પ્રોજેક્ટ દરમિયાન અને પૂરો થવા દરમિયાન ઇન-સ્પેસ દ્વારા તેના પર મોનિટરિંગ થશે. હાલમાં ઇન સ્પેસનું કોઇ અલગ કેમ્પસ બનાવવામાં આવ્યું નથી. જ્યાં નવું કેમ્પસ તૈયાર ન થાય ત્યાં સુધી ઇન સ્પેસનું સેટઅપ ઇસરોની બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું છે. ઇસરોના અમુક ભાગ સંવેદનશીલ હોવાથી સામાન્ય લોકોની પ્રવેશબંધી છે, તેથી સિક્યુરિટીને ધ્યાને લઇને ઇન સ્પેસનું નવું બિલ્ડિંગ અથવા કેમ્પસમાં સેટઅપ થશે. પરંતુ ત્યાં સુધી તેઓ ઇસરોના બિલ્ડિંગનો ઉપયોગ કરશે.