પુરાતાત્વિક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૮ મુજબ સંરક્ષિત સ્મારકમાં ફક્ત પ્રવાસન હેતુથી જ મંજૂરી હોય છે. કોઈ પણ ધર્મ માટે પૂજા પાઠની નહીં. એએસઆઈએ કહ્યું કે જ્યારથી કુતુબ મિનાર પરિસર એએસઆઈના સંરક્ષણમાં આવ્યું ત્યારે પણ કો ઈ પણ ધર્મની ઉપાસના કે પૂજા થઈ રહી નહતી. અત્રે જણાવવાનું કે કુતુબ મિનાર વિશે હરિશંકર જૈને અરજી કરીને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે લગભગ ૨૭ મંદિરોના ૧૦૦થી વધુ અવશેષો છે.
કુતુબ મિનાર અંગે તેમની પાસે એટલા બધા પુરાવા છે કે તેને અવગણી શકાય નહીં. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે જેટલા પણ પુરાવા છે તે બધા એએસઆઈના પુસ્તકોમાંથી લેવાયા છે. એએસઆઈનું જ કહેવું છે કે આ મંદિરોના અવશેષ છે. આ બાજુ કુતુબ મિનારની મસ્જિદના ઈમામે દાવો કર્યો છે કે કુતુબ મિનારની અંદર મુઘલ મસ્જિદમાં થઈ રહેલી નમાજ એએસઆઈએ બંધ કરાવી છે.
જાે કે એ પણ કહ્યું કે કોઈ લેખિત આદેશ નથી આપ્યો. દાવો કરાયો છે કે કુતુબ મિનાર વિષ્ણુ સ્તંભ હોવાનો દાવો કરાયા બાદ આ નમાજ રોકવામાં આવી છે. હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પોતાનો જવાબ આપ્યો છે. આ માંગણીનો એએસઆઈ દ્વારા વિરોધ કરાયો છે. કહ્યું કે કુતુબ મિનારની ઓળખ બદલી ન શકાય.
વાત જાણે એમ છે કે કુતુબ મિનાર પરિસરની અંદર હિન્દુ અને જૈન દેવી દેવતાઓની બહાલી અને પૂજાના હકની માંગણી કરતી એક અરજી સાકેત કોર્ટમાં દાખલ કરાઈ છે. દાવો કરાયો છે કે પરિસરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ છે. હવે આ અરજી પર એએસઆઈ દ્વારા કોર્ટમાં જવાબ દાખલ કરાયો છે. એ.એસ.આઈના કહેવા મુજબ કુતુબ મિનારને ૧૯૧૪થી સંરક્ષિત સ્મારકનો દરજ્જાે પ્રાપ્ત છે. તેની ઓળખ બદલી શકાય નહીં.
સ્મારકમાં પૂજાની પણ મંજૂરી આપી શકાય નહીં. સંરક્ષિત થયું ત્યારથી અહીં ક્યારેય પૂજા કરવામાં આવી નથી. એ.એસ.આઈએ એમ પણ કહ્યું કે હિન્દુ પક્ષની અરજી કાયદાકીય રીતે યોગ્ય નથી. આ મામલો જૂના મંદિરને તોડીને કુતુબ મિનાર પરિસર બનાવવવાના ઐતિહાસિક તથ્યનો પણ મામલો છે. કુતુબ મિનારમાં હાલ કોઈને પણ પૂજાનો હક નથી. જ્યારથી સંરક્ષિત કરાયું ત્યારથી કોઈ પૂજા નથી થઈ.
આવામાં પૂજાની મંજૂરી આપી શકાય નહીં. એએસઆઈએ કહ્યું કે પૂરાતાત્વિક મહત્વ ધરાવતું સ્મારક છે જેના કારણે પૂજાની મંજૂરી ન આપી શકાય.