MakeMyTripની ફિનટેક પાંખ ટ્રીપમનીએ 15 અગ્રણી ફિનટેક ખેલાડીઓને અને એનબીએફસી/બેન્કોને ‘બુક નાઉ પે લેટર’ ઓફરિંગ માટે ઓનબોર્ડ લીધા છે
ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTrip લિમીટેડ MakeMyTrip તેમજ Goibibo એપ પર મુસાફરીનું બુકીંગ કરતી વખતે (ફ્લાઇટ અથવા હોટેલ) બુક નાઉ પે લેટર (BNPL) દ્વારા પોતાની મુસાફરી માટે ભારતીયો કેવી રીતે ચૂકવણી કરે છે તેને નવો આકાર આપી રહી છે. MakeMyTripની ફિનટેક પાંખ TripMoneyએ એવા માર્કેટપ્લેસની સ્થાપના કરી છે જે 15 અગ્રણી ફિનટેક ખેલાડીઓને અને NBFC/બેન્કોને આકર્ષી રહી છે, જેમાં અન્યો ઉપરાંત કેપિટલ ફ્લોટ, ઝેસ્ટ મની, આઇડેફસી બેન્ક, કિશ્ત, લેઝીપે, સિમલ, એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે, જેથી મુસાફરોને સરળ મુસાફરી ક્રેડિટ ઓફર કરી શકાય. BNPLની ઓફર ઉપરાંત, કંપની અગ્રણી બેન્કો પાસેથી સરળ EMI સવલત આપી રહી છે જેથી મુસાફરોને સાનુકૂળતા અને ચૂકવણી વિકલ્પો પૂરા પાડી શકાય.
પ્લેટફોર્મ દ્વારા BNPL વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા સરળ અને મુશ્કેલી મુક્ત છે. મહત્વાકાંક્ષી પ્રવાસીઓ કે જેઓ બુકિંગ સમયે કોઈપણ ચુકવણી કર્યા વિના મુસાફરી કરવાનું પસંદ કરે છે તેઓને ભાગીદાર NBFCs અને બેંકો દ્વારા ડેટા સાયન્સ મોડલ્સનો ઉપયોગ કરીને ગ્રાહકોની ક્રેડિટપાત્રતાનું મૂલ્યાંકન કરતા અંડરરાઈટિંગ પ્લેટફોર્મ દ્વારા થોડીક સેકન્ડોમાં ટૂંકા ગાળાની ક્રેડિટ આપવામાં આવે છે.
MakeMyTrip પ્લેટફોર્મ પર BNPLને પ્રારંભિક પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે. કંપનીએ છેલ્લા એક વર્ષમાં દર ત્રિમાસિક ગાળામાં BNPL ટ્રાન્ઝેક્શન્સમાં 60% વૃદ્ધિ જોવા મળી છે. હાલમાં, 75%થી વધુ ગ્રાહકો કે જેઓ BNPL સિલેક્ટ નો-કોસ્ટ EMI (3 મહિનામાં ચૂકવવાના) પસંદ કરે છે જ્યારે બાકીના લાંબા ગાળાના EMIs માટે જાય છે.
કંપની દ્વારા ઓફર કરવામાં આવતા વૈવિધ્યસભર સાનુકૂળ ચુકવણી વિકલ્પોના લાભો પર બોલતા, MakeMyTripના સહ-સ્થાપક અને ગ્રુપ CEO રાજેશ મેગોએ જણાવ્યું હતું કે, “વર્ષોથી, MakeMyTripએ ભારતમાં ગ્રાહકો માટે મુસાફરીના અનુભવોને પુનઃવ્યાખ્યાયિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. BNPL અને EMI વિકલ્પો આકર્ષક શરતો પર અમારા ગ્રાહકો માટે ટૂંકા ગાળાની ક્રેડિટની સરળ અને ઝડપી ઍક્સેસ પ્રદાન કરવામાં મદદ કરશે. આ પ્રવાસીઓને વધુ વારંવાર અને નવા ડેસ્ટીનેશન્સ પર જવાની તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે.”