પોરબંદર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સરદાર પટેલ રમત ગમત સંકુલ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) ખાતે ભાઈઓ તેમજ બહેનો માટે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનું કુશળ આયોજન જિલ્લા રમત ગમત ઇન્ચાર્જ અધિકારી રસિક મકવાણા અને જિલ્લા રમત ગમત કચેરીના કુશળ નેતૃત્વમાં કરાટે એસોસિએશન પોરબંદરના ટેક્નિકલ ટીમના સહયોગથી કરવામા આવ્યું હતું. સ્પર્ધાનું દીપ પ્રાગટ્ય રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીના હસ્તે કરાવી ઉપસ્થિત અધિકારીઓએ ખેલાડીઓને વિશેષ સન્માન આપ્યું હતું.
અખિલ ગુજરાત કરાટે ડો એસોસિએશનના પ્રમુખ સ્પર્ધાના ચીફ રેફરી ક્યોશી વિજયકુમાર ભટ્ટે ખેલાડીઓને કુમિતે રૂલ્સ સાથે કુમિતે સિક્સ માપ દંડ, ગુડ ફોર્મ, વિગોરુસ, સ્પોર્ટિંગઅતીત્યુદ, વિગોરસ એપ્લિકેશન, ઝેન્સિન, ગુડ ટાઈમિંગ, કરેક્ટ ડિસ્ટન્સ સાથે સેવન સ્કોરિંગ એરિયા સાથેના નિયમોને કૌશલ્યનુ જ્ઞાન આપ્યું હતું તેમજ વોર્નિંગ અને પેનલ્ટીના નિયમો સમજાવી શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સ્પર્ધામાં પોરબંદરના કલેક્ટર દ્વારા માર્ગદર્શન હેઠળ ભાવિ મતદારોને મતદારયાદી સંદર્ભે જાગૃત પણ કરવામાં આવ્યાં હતા. પોરબંદર કરાટે ડો એસોસિએશનના પ્રમુખ કેતન કોટિયા અને તેમની ટીમ દ્વારા રેફરી, જજ,કન્શા, નિષ્ણાંત વગેરેની સગવડ પુરી પાડી અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી.
ઇન્ચાર્જ રમત ગમત અધિકારી જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિક મકવાણા અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના તમામ સ્ટાફ, જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનિષ જીલડીયા તેમજ પોરબંદર જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ અશોક ઓડેદરા, પદાધીકારી સચિન એરડા અને અન્ય સદસ્ય ગણો દ્વારા સુંદર વ્યવસ્થા અને સહકાર આપવા બદલ કરાટે ડો એસોસિએશન પોરબંદરના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો.
ઉપસ્થિત દરેક મહાનુભાવોએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી ખેલમહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે જે માટે દરેક કરાટે વીર-વિરાંગનાઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.