ટિપ્સ મ્યુઝિક દ્વારા આજે શ્રોતાઓ માટે એક નવું ગુજરાતી ગીત રજૂ થયું જેનું શીર્ષક છે “મેરુ તો ડગે” જે જાણીતા અને ટેલેન્ટેડ ગાયક જીગરદાન ગઢવીએ ગાયું છે. મેરુ તો ડગે ગીતની શૈલી કલાસિકલ છે પણ તેમાં થોડો આધુનિક ટચ પણ છે. જીગરદાન ગઢવીનો સુમધુર અવાજ આ ગીતને વધારે ખાસ બનાવે છે.
આ ગીતના રિલીઝ ઉપર કુમાર તૌરાની કહે છે, “મેરુ તો ડગે એક તાજગીભર્યું ગીત છે. અને જીગરદાન ગઢવીનો અવાજ તેમાં વધુ પ્રેમ અને લાગણી ઉમેરે છે. મને ખાતરી છે કે લોકોને આ ગીત ગમશે.”
જીગરદાન ગઢવી કહે છે, “મેરુ તો ડગે મારા હૃદયની ખૂબ નજીક છે. સૌરાષ્ટ્રની ધરતીનું આ ભજન આત્મસાત થાય તો જીવવું ઘણું સરળ થાય એવું હું અંગત રીતે માનું છું. આ આદિકાળ ભજનને નવા સ્વરૂપમાં મુકવાની અમારી કોશિશ છે જેમાં આપણી માટીના સુર અને સનાતન ધર્મની વાત છે.”
“ગંગાસતી નું આ ભજન એની વહુ પાનબાઈ જે અધ્યાત્મના માર્ગે એમની શિષ્યા છે એને સંબોધતું છે. મેરુ નામનો પર્વત છે જેને કહેવાય છે કે એ આટ આટલા કાળ વીતી ગયા પણ હજીયે અડગ છે. એ ભલે ડગે પણ હે પાનબાઈ આ મારગે બ્રહ્માંડ પણ કેમ ના ભાંગી જાય, મનના ડગવું જોઈએ.”
ટિપ્સ મ્યુઝિકની વિશેષતા એ છે કે તે યોગ્ય પ્રકારનું સંગીત પસંદ કરી તેને રસપ્રદ રીતે બનાવીને ગીતોના શબ્દો સાથે દર્શકોને આકર્ષે છે. ટિપ્સ મ્યુઝિક હંમેશા ઈન્ડસ્ટ્રીમાં તેની આ વિશેષતાના કારણે આગવું બનીને ટોચ ઉપર રહ્યું છે.