પીએમ મોદીએ ડેનિશ HRH ક્રાઉન પ્રિન્સેસ મેરીને વારાણસીથી સિલ્વર મીનાકારી પક્ષીની આકૃતિ આપી હતી, ફિનલેન્ડના પીએમ સના મરીનને રાજસ્થાનનું બ્રાસ ટ્રી ઓફ લાઇફ ભેટ કર્યુ હતું, જ્યારે નોર્વેના પીએમ જાેનસ ગહર સ્ટોરને રાજસ્થાનની કોફ્ટગીરી આર્ટવાળી ઢાલ આપી હતી, ડેન્માર્કના પીએમ મેટે ફેડ્રિક્સનને કચ્છ એમ્બ્રોડરી વાળી વોલ હેંગિંગ આપ્યું અને સ્વીડનના પીએમ મેગડાલેના એન્ડરસનને જમ્મુ-કાશ્મીરથી પશ્મિના પેપિયર મેચ બોક્સ ગીફ્ટ કર્યું હતું. ડોકરા (જેને ડાકરા પણ કહે છે)એ લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવેલ નોન-ફેરસ ધાતુનું કાસ્ટિંગ છે.
આ પ્રકારની મેટલ કાસ્ટિંગ ભારતમાં ૪,૦૦૦ વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાય છે અને હજુ પણ ઉપયોગમાં લેવાય છે. રોગન પેઇન્ટિંગ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં તૈયાર કરાયેલ કાપડ પ્રિન્ટિંગની એક કળા છે. આ હસ્તકલામાં ગરમ તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલ પેઇન્ટ મેટલ બ્લોક (પ્રિન્ટિંગ) અથવા સ્ટાઈલસ (પેઈન્ટિંગ)નો ઉપયોગ કરીને ફેબ્રિક પર નાખવામાં આવે છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં આ હસ્તકલા લગભગ મૃત્યુ પામી હતી.
રોગન પેઇન્ટિંગ માત્ર એક જ પરિવાર દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે. ‘રોગન’ શબ્દ ફારસીમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ. વારાણસીમાં ચાંદીના દંતવલ્કની કળા લગભગ ૫૦૦ વર્ષ જૂની છે. આ કલાના મૂળ પર્શિયન મીનાકારીની કળામાં છે. વારાણસી મીનાકારીનું સૌથી વિશિષ્ટ તત્વ વિવિધ વસ્તુઓ પર વિવિધ શેડ્સમાં ગુલાબી રંગનો ઉપયોગ છે. તેનો આધાર ચાંદીની શીટ છે, જે મેટાલિક બેઝ પર ફિક્સ છે.
બેઝ મોલ્ડ પર ફિક્સ કરેલી શીટને ઘાટનું ફિટિંગ સ્વરૂપ આપવા માટે હળવેથી મારવામાં આવે છે. ત્યાર બાદ તમામ હિસ્સાઓને જાેડવામાં આવે છે. આના પર મેટાલિક પેન વડે ડિઝાઇન પર કામ કરવામાં આવે છે. ટ્રી ઓફ લાઇફ જીવનના વિકાસનું પ્રતીક છે. વૃક્ષની શાખાઓ ઉપરની તરફ વધે છે અને વિકાસ પામે છે અને તેમાં વિવિધ જીવન સ્વરૂપો હોય છે. ‘ટ્રી ઓફ લાઈફ’ને દર્શાવતી આ હાથથી બનાવેલી દિવાલ ડેકોરેટિવ આર્ટ-પીસ પિત્તળની બનેલી છે અને તે ભારતની ઉત્તમ કારીગરી અને સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ છે.
ધાતુ પર તરકાશી (કોફ્ટગીરી) એ રાજસ્થાનની પરંપરાગત કળા છે, જેનો ઉપયોગ શસ્ત્રો અને બખ્તરને સજાવવા માટે થાય છે. આજે તેને ચિત્રની ફ્રેમ, બોક્સ, ચાલવાની લાકડીઓ અને તલવારો, ખંજર અને ઢાલ જેવા યુદ્ધના સાધનોના શણગાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોફ્ટગીરીએ ચાંદી અને સોનાના વાયરો સાથે જડવાનું કામ છે. કોફ્ટગીરી ક્રાફ્ટનો હેતુએ ધાતુની સપાટીને સમૃદ્ધ બનાવવાનો છે. જેમાંથી આર્ટિકલ બનાવવામાં આવ્યો છે. બેઝ મેટલ ત્રણ પ્રકારના લોખંડનું મિશ્રણ છે – નરમ, સખત અને ઉચ્ચ.
આ ત્રણ પ્રકારના લોખંડના સ્તરોને ત્યાં સુધી હથોડી મારવામાં આવે છે, જ્યાં સુધી તે સંપૂર્ણપણે ભળી ન જાય અને એક બેઝ મેટલ બને તેમાંથી વિવિધ આકારના બ્લેડ બનાવવામાં આવે અને આ બ્લેડને ત્રણ જડીબુટ્ટીઓના દ્રાવણમાં નાખવામાં આવે છે, જે બ્લેડ પર કોતરેલી ડિઝાઇનને બહાર લાવે છે. કચ્છ ભરતકામ એ ગુજરાતના કચ્છ જિલ્લાના આદિવાસી સમુદાયની હસ્તકલા અને કાપડ હસ્તાક્ષર કલા પરંપરા છે. આ ભરતકામ તેની સમૃદ્ધ ડિઝાઇન સાથે ભારતીય ભરતકામ પરંપરાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ભરતકામ મહિલાઓ દ્વારા સુતરાઉ કાપડ પર વિવિધ રંગના દોરાઓ દ્વારા કરવામાં આવે છે. સિલ્ક અને સાટિન પર પણ અમુક પેટર્ન બનાવવામાં આવે છે.
સ્ક્વેર ચેઈન, ડબલ બટનહોલ, પેટર્ન ડાર્નિંગ, રનિંગ સ્ટીચ, સાટિન અને સીધા ટાંકા એ ટાંકાના વિવિધ પ્રકારો છે. કાશ્મીરી પશ્મિના સ્ટોલ્સ તેની દુર્લભ સામગ્રી, ઉત્કૃષ્ટ કારીગરી અને ડિઝાઇન માટે અમૂલ્ય છે. આ સ્ટોલ્સમાં મળતી હૂંફની કોઇ સરખામણી નથી. પશ્મિના એ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની એક વિશિષ્ટ કળા છે. પશ્મિના સ્ટોલ્સ બનાવવા માટે વપરાતી ઊન હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં જાેવા મળતી કાશ્મીરી બકરીની ખાસ જાતિમાંથી બનાવવામાં આવે છે. સારી પશ્મિના સ્ટોલ માટે કાંતણ, વણાટ અને ભરતકામ બનાવવા માટે કારગર હાથની જરૂર પડે છે.
પશ્મિના વણાટ અને પશ્મિના પર હાથથી ભરતકામ કરવાની કળા પેઢીઓથી વારસા તરીકે મળી રહી છે. પશ્મિના સ્ટોલ કાશ્મીર પેપિયર મેચ બોક્સમાં પેક કરવામાં આવે છે, જે હાથથી બનાવેલ અને રંગીન છે. કાશ્મીર ખીણની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને દર્શાવતી ફ્લોરલ ડિઝાઇન હાથથી તેના પર દોરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ દરમિયાન તેમના વિદેશી મેજબાનો સમક્ષ ભેટ તરીકે ભારતીય કળા અને પરંપરાનું પ્રદર્શન કર્યું હતું.
મોદીએ ડેનમાર્કના HRH ક્રાઉન પ્રિન્સ ફ્રેડ્રિકને છત્તીસગઢથી ડોકરા બોટ ભેટમાં આપી હતી, જ્યારે તેમણે ડેન્માર્કના એચ.એમ. ક્વિન માર્ગ્રેથેને ગુજરાતની રોગન પેઇન્ટિંગ ભેટ તરીકે આપી હતી.