શક્તિ પંપની આવક રૂ. 10 અબજને પાર + કંપનીની સ્થાપના પછી સૌપ્રથમ વખત સૌથી વધુ આવક નોંધાવી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

 ભારતમાં સોલાર પંપ, સ્ટેઈનલેસ-સ્ટીલના સબમર્સિબલ પંપ, પ્રેશર બૂસ્ટર પંપ્સ, પમ્પ-મોટર્સ, કંટ્રોલર્સ, ઈન્વર્ટર્સ અને અન્યની અગ્રણી ઉત્પાદક કંપની શક્તિ પમ્પ્સ (ઈન્ડિયા) લિ. (એસપીઆઈએલ)એ આજે 31 માર્ચ, 2022ના અંતે ચોથા ત્રિમાસિક અને આખા વર્ષ માટેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.

કંપનીના દેખાવ અંગે વાત કરતાં શક્તિ પમ્પ્સ (ઈન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશ પાટીદારે જણાવ્યું હતું કે, ‘મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શક્તિ પમ્પ્સે અત્યાર સુધીમાં સૌથી વધુ આવકની સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ તેની સ્થાપના સમયથી અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત રૂ. 10 અબજથી વધુની કમાણીનો આંક વટાવ્યો છે. આ અમારી ટીમના સંયુક્ત પ્રયાસો અને નવીનતા તથા ટેક્નોલોજીકલ વિકાસ પર ભાર આપવાના અમારા પ્રયાસોનું પરિણામ છે. અમે કુસુમ (KUSUM) યોજનાના અમલીકરણના પગલે સરકારી વ્યવસાયના નોંધપાત્ર યોગદાનથી નાણાકીય વર્ષ 22ના ચોથા ત્રિમાસિકમાં મજબૂત આવક નોંધાવી છે. સંપૂર્ણ નાણાકીય વર્ષ 22માં કંપનીનું પ્રદર્શન એક સમાન શ્રેષ્ઠ રહ્યું હતું, જ્યારે કંપનીએ આવકમાં વાર્ષિક ધોરણે 26.8 ટકાની વૃદ્ધિ દર્શાવી છે અને રૂ. 11,785 મિલિયનની સર્વોચ્ચ આવક નોંધાવી છે. ફુગાવાજન્ય દબાણે કાર્યકારી માર્જિન પર અસર કરી છે, પરિણામે નફાકારક્તામાં ઘટાડો થયો છે.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘સરકારે વૈકલ્પિક ઊર્જાના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને કુસુમ યોજનાના બીજા તબક્કા સાથે સૌર વીજ ઉત્પાદનના ક્ષેત્રમાં કામ શરૂ થઈ ગયું છે, જે કંપનીના ભવિષ્યના વિકાસ માટે મહત્વની બાબત છે. અમારું માનવું છે કે નિકાસ વ્યવસાયના આકર્ષણમાં સુધારો થયો છે અને ટેક્નોલોજીકલ આગેકૂચ પર ભાર મૂકવાની સાથે રિટેલ બિઝનેસનું યોગદાન વધશે તથા નવા ઉત્પાદનો (ઓટોમેટિક સ્ટ્રક્ચર, યુનિવર્સલ સોલાર પમ્પ કંટ્રોલર અને સ્મોલ સ્ટ્રક્ચર પમ્પ્સ)ની સ્વીકૃતિ કંપનીને આવકમાં સ્થિર વૃદ્ધિ અને આગળ જતાં કાર્યકારી માર્જિન વધારવા સક્ષમ બનાવશે.’

Key Financial highlights of the Quarter (Consolidated):

Particulars (Rs Million)Q4 FY22Q4 FY21YoYQ3 FY22QoQFY22FY21YoY
 Net Sales3,8463,19720.3%2,68643.2%11,7859,29726.8%
 EBITDA363500(27.4%)27332.9%1,1051,421(22.2%)
 EBITDA Margin9.4%15.6%(619 bps)10.2%(73 bps)9.4%15.3%(591 bps)
 Profit After Tax220305(28.0%)14848.5%648756(14.2%)
 PAT Margin5.7%9.5%(383 bps)5.5%21 bps5.5%8.1%(263 bps)
 EPS (Rs.)12.016.6(28.0%)8.048.6%35.341.1(14.3%)

પરફોર્મન્સની હાઈલાઈટ્સ :

નાણાકીય વર્ષ 22નો ચોથો ત્રિમાસિક

  • નાણાકીય વર્ષ 22ના ચોથા ત્રિમાસિકમાં ઓપરેશન્સમાંથી આવક રૂ. 3,846 મિલિયન થઈ છે, જે નાણાકીય વર્ષ 21ના ચોથા ત્રિમાસિકમાં નોંધાયેલ રૂ. 3,197 મિલિયનની સરખામણીમાં વધુ હતી.
  • નાણાકીય વર્ષ 22ના ચોથા ત્રિમાસિકમાં ઈબીઆઈટીડીએ રૂ. 363 મિલિયન થયો છે, જે નાણાકીય વર્ષ 21ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 500 મિલિયન હતો.
  • નાણાકીય વર્ષ 22ના ચોથા ત્રિમાસિકમાં પીએટી રૂ. 220 મિલિયન થયો હતો, તેની સરખામણીમાં નાણાકીય વર્ષ 21ના ચોથા ત્રિમાસિકમાં પીએટી રૂ. 305 હતો.

નાણાકીય વર્ષ 22

  • નાણાકીય વર્ષ 22માં ઓપરેશન્સમાંથી આવક રૂ. 11,785 મિલિયન હતી, જે નાણાકીય વર્ષ 21માં રૂ. 9,297 મિલિયન હતી અને તે વાર્ષિક ધોરણે 26.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
  • નાણાકીય વર્ષ 22માં ઈબીઆઈટીડીએ રૂ. 1,105 મિલિયન હતો, જે નાણાકીય વર્ષ 21માં 1,421 હતો.
  • નાણાકીય વર્ષ 22માં ઈબીઆઈટીડીએ માર્જિન 9.4 ટકા હતું, જે નાણાકીય વર્ષ 21માં 15.3 ટકા હતું.
  • નાણાકીય વર્ષ 22માં પીએટી રૂ. 648 મિલિયન હતો, જે નાણાકીય વર્ષ 21માં 756 મિલિયન હતો, જે કાચા માલના ખર્ચમાં તિવ્ર વધારાના પગલે 14.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.
  • બોર્ડે 31 માર્ચ 2022ના નાણાકીય વર્ષ માટે પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના પ્રત્યેક ઈક્વિટી શૅર પર રૂ. 2ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
Share This Article