અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં યોજાશે. મંજૂરીને લઈને કલેક્ટર તંત્ર દ્વારા આજે ફાઇનલ બેઠક યોજાશે.
૨૧૦ ટકા અરવિંદ કેજરીવાલ મે મહિનાના બીજા અઠવાડિયામાં રાજકોટ આવશે. કેજરીવાલ કોને મળવાના છે, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે અને કઈ તારીખે આવશે તે અંગેની માહિતી ૨ મેના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને જાણ કરવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે અમદાવાદના પ્રવાસે છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતાં.
બાદમાં કમલમ પર પહોંચ્યા ત્યારે તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.પી. નડ્ડાને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. કમલમ પર વજુભાઈ વાળા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા છે.
કમલમમાં જે.પી. નડ્ડાની ગુજરાતના ૩૦૦થી વધુ ધારાસભ્યો અને સાંસદો સહિત વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજાઇ છે.વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ તેજ બની છે.
ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રના રાજકારણને એપી સેન્ટર માનવામાં આવે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આપ પણ ચૂંટણીમાં ઝંપલાવશે. આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
મે મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ કેજરીવાલ રાજકોટમાં રોકાણ કરે તેવી પણ સંભાવના છે તેવું રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું છે.