સુરતમાં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨ અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે.
રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ રહેલો છે.
મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં ૫૦ ટકા રાહત આપવામાં આવી છે. રાજ્યના ગામોમાં કાચા ઘરોમાં રહેતા પાટીદારો આલીશાન બંગલામાં રહે છે. ખેતીથી લઈને કોર્પોરેટ જગત સુધી પ્રગતિ કરી છે તે થીમ પર એક્ઝિબિશનમાં અલગથી એક પ્રદર્શન રખાયું છે.
પાટીદાર લેખકોએ લખેલા પુસ્તકો ગોકુળ ગામ યોજના આબેહુબ તૈયાર કરાઈ છે. પાટીદારનો પહેલો અક્ષર ‘પ’ લઈને પ્રથમ પરિષદ એટલે બુક, પ્રાગણ એટલે ગોકુળ ગામ, પ્રેરક એટલે બાયોગ્રાફી, પ્રારંભ એટલે જીવન ગાથા, પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે એટલે પ્રેરક પથ દર્શકો, સ્માર્ટ એટલે પરિવર્તન, ઓપિનિયન એટલે પ્રભાવ વગેરે શબ્દોને સાર્થક કરતા દ્રશ્યો બતાવાયા છે.
સરદારધામમાંથી પાસ થયેલા ૧૧૨૯ વિદ્યાર્થીઓ દેશભરમાં ફેલાયા છે. તેનું પણ એક દૃશ્ય મૂકેલું છે. ૬૦૦૦ ફૂટમાં પ્રદર્શન છે. છેલ્લા ૨ મહિનાથી ૨૦૦ સ્વયંસેવકો થીમ માટે તૈયારી કરી રહ્યા હતા. ૪ લાખથી વધુ લોકોએ સમીટમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.
૪ લાખથી વધારે લોકોએ સમીટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ત્યારે ૭૦૦ એકરમાં પાર્કિંગની વ્યવસ્થા છે. જેમાં ૭ હજાર કાર અને ૫૦ હજાર બાઈક પાર્કિંગ થઈ શકશે. સાથે સાથે પાર્કિંગથી એક્ઝિબિશનમાં આવવા માટે ૧૫ ઈનોવા, ૨ સ્કૂલ બસ અને ઈલેક્ટ્રિક ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતમાં સરદારધામ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય એસઆરકે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨ અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયુ છે. વડાપ્રધાને સમીટને ખુલ્લી મૂકતા કહ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ, આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે.
અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે.