મુંબઈ : આજે કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ અને હુરુન ઇન્ડિયાએભારતમાં હેડક્વાર્ટર ધરાવતી ટોપ 50 કંપનીઓની યાદી 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50 જાહેર કરી હતી. આ રેન્ક સંયુક્ત રાષ્ટ્રના 17 SDGs (સતત વિકાસ લક્ષ્યાંકો) સાથે તેમની સુસંગતતા પર આધારિત છે. હુરુન રિસર્ચે 2021 હુરુન ઇન્ડિયા 500 મોસ્ટ વેલ્યુએબલ કંપનીઝસાથે શરૂઆત કરી હતી, જે જાહેરમાં ઉપલબ્ધ આંકડાનો ઉપયોગ કરીને સ્કોરકાર્ડ બનાવે છે. આ આંકડાઓમાં વાર્ષિક નાણાકીય અહેવાલો, ઇએસજી, સીએસઆર, સસ્ટેઇનેબિલિટી અહેવાલો અને મીડિયા સામેલ છે. પાંચ સભ્યોની સલાહકાર પેનલમાં વ્યવસાયિકોથી લઈને શિક્ષાવિદો એમ જે તે વિષયના નિષ્ણાતો સામેલ છે, જેમણે સ્કોરિંગ પદ્ધતિ બનાવવામાં મદદ કરી હતી.
મુખ્ય બાબતો
- ભારતની સૌથી સસ્ટેઇનેબ્લ કંપનીઃ કુલ સસ્ટેઇનેબિલિટી સ્કોર 47 સાથે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝએ 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50માં નંબર 1 રેન્ક મેળવ્યો હતો. ગયા વર્ષે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે 17 સતત વિકાસ લક્ષ્યાંકોમાં પ્રદાન કર્યું હતું. તેમાંથી ચાર લક્ષ્યાંકો માપી શકાય એવી નિર્ધારિત સમયમર્યાદાના લક્ષ્યાંકો ધરાવે છે. ટેક મહિન્દ્રાએ કુલ સસ્ટેઇનેબિલિટી સ્કોર 46 સાથે બીજો રેન્ક મેળવ્યો હતો અને તેના પછી ત્રીજા રેન્ક પર ટાટા પાવર હતી.
- તમામ સતત વિકાસ લક્ષ્યાંકો સમાનપણે હાથ ધરવામાં આવતા નથીઃ 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50માં ફક્ત 14 કંપનીઓને સ્થાન મળ્યું હતું, જેમણે તમામ 17 યુએન SDG પિલર્સ સામે તેમના સસ્ટેઇનેબિલિટી લક્ષ્યાંકો વિશે જાણકારી આપી હતી. 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50માં સામેલ કંપનીઓએ સૌથી પ્રાથમિકતા ધરાવતા મોટા ભાગના SDG છે – આબોહવાલક્ષી કામગીરી (એસડીજી13), જવાબદાર ઉપભોગ અને ઉત્પાદન (એસડીજી12). ભારતીય કંપનીઓએ સૌથી ઓછી પ્રાથમિકતા આપેલો SDG ગોલ છે – જળ નીચે જીવન કે જળચર જીવો (એસડીજી14);ફક્ત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન એની સામે માપી શકાય એવા લક્ષ્યાંકનું ડોક્યુમેન્ટેશન ધરાવે છે.
- માપી શકાય લક્ષ્યાંકોઃ2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50માં સૌથી વધુ માપી શકાય એવો પિલર હતો – આબોહવાલક્ષી કામગીરી, જેનું મૂલ્યાંકન 37 કંપનીઓએ કર્યું હતું. ત્યારબાદ જવાબદાર ઉપભોગ અને ઉત્પાદન પિલરનું 31 કંપનીઓએ મૂલ્યાંકન કર્યું હતું. આઠ લક્ષ્યાંકો સાથે હિંદુસ્તાન યુનિલીવર નિર્ધારિત સમયમાં લક્ષ્યાંકો સાથે માપી શકાય એવા સૌથી વધુ સતત વિકાસ લક્ષ્યાંકો ધરાવે છે. ત્યારબાદ આઇટીસી અને ટેક મહિન્દ્રા બંને કંપનીએ સાત માપી શકાય એવા લક્ષ્યાંકોનું મૂલ્યાંકન કર્યું હતું. રસપ્રદ બાબત એ છે કે, આ યાદીમાં સામેલ ત્રણ કંપનીઓએ કોઈ પણ પિલર કે આધારસ્તંભ સામે માપી શકાય એવા લક્ષ્યાંકોનું ડોક્યુમેન્ટેશન કર્યું નથી.
- પર્યાવરણલક્ષી કામગીરી; ગ્રીનહાઉસ વાયુઓના નેટ-ઝીરો ઉત્સર્જન તરફ નિર્ધારિત સમયગાળામાં સફરઃ 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50માં ફક્ત 29 કંપનીઓ કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવા નિર્ધારિત સમયગાળાના લક્ષ્યાંકો ધરાવે છે. આઇટીસી અને ઇન્ફોસીસ બે કંપનીઓ છે, જેણે વર્ષ 2006 અને વર્ષ 2020માં અનુક્રમે કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરી હતી. સિપ્લા અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનએ વર્ષ 2025માં કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદુસ્તાન ઝિંક અને ટેક મહિન્દ્રાએ ઉત્સર્જન ઘટાડવા આંતરિક કાર્બન પ્રાઇસિંગ નીતિનો અમલ કર્યો હતો.
- મુખ્ય વિસ્તારો અને ઉદ્યોગોઃ 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50 સમગ્ર ભારતમાં 13 શહેરોમાં આવ્યો હતો. તેમાં 27 કંપનીઓ સાથે મુંબઈ ટોચ પર છે અને ચાર કંપનીઓ સાથે નવી દિલ્હી બીજા સ્થાને છે. નાણાકીય સેવાઓએ આઠ કંપનીઓ સાથે માર્ગ પ્રશસ્ત કર્યો છે, તો સોફ્ટવેર એન્ડ સર્વિસીસ ક્ષેત્રની 6 કંપનીઓ સામેલ છે. 2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50માં સરેરાશ 36ના સ્કોર સાથે ઉત્પાદન કંપનીઓ સર્વિસ ક્ષેત્રની કંપનીઓથી વધારે સ્કોર ધરાવે છે, જેમનો સરેરાશ સ્કોર 34 હતો.
કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડના સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ સ્ટ્રેટેજીના એક્ઝિક્યુટિવ જિનિશા શર્માએ કહ્યું હતું કે, “અમને આશા છે કે, આ રિપોર્ટ વધારે કંપનીઓ, મોટી અને નાની એમ બંને પ્રકારની કંપનીઓને તેમની વ્યવસાયિક કામગીરીઓની સમાજ અને પર્યાવરણ પર અસરને વધારે સારી રીતે સમજવાની તેમની સફર શરૂ કરવા પડકારો ફેંકશે અને પ્રેરિત કરશે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ઉપરાંત કંપનીઓ માટે શેરધારકોની સાથે હિતધારકોને પણ લાભ થાય એવું ઇનોવેશન કરવાની જરૂર છે. આ સૂચિ માત્ર એક પ્રારંભિક બિંદુ છે અને અમને આશા છે કે, આગામી વર્ષોમાં વધારે કંપનીઓ સહભાગી થશે.”
હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનાસ રહમાન જુનૈદે કહ્યું હતું કે,“2021 કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ હુરુન ઇન્ડિયા ઇમ્પેક્ટ 50 લિસ્ટ 17 યુએન એસડીજીનું કેવી રીતે પાલન કરવા એના પર વિવિધ કોર્પોરેશનના હિતધારકોને લક્ષ્યાંક બનાવે છે. આ વિવિધ કોર્પોરેશનની કામગીરી આધુનિક ભારતમાં સતત વિકાસની કામગીરી પણ બયાન કરે છે. આ યાદી સંકેત આપે છે કે, ભારતીય ઉદ્યોગજગત વ્યવસ્થિત મૂલ્યાંકન કરવા માળખાગત અપડેટને સક્રિયપણે હાથ ધરે છે અને સસ્ટેઇનેબિલિટીના લક્ષ્યાંકોમાં કામગીરી જણાવે છે. અમને આશા છે કે, આ યાદી વધુ કંપનીઓને યુએનના સતત વિકાસ લક્ષ્યાંકો સાથે તેમની વ્યવસાયિક કામગીરીઓને સુસંગત કરવા પ્રેરિત કરશે.”