કોરોના જેવી ગંભીર સ્થિતિમાં ઇન્ડોર ગેમ્સનું મહત્વ ખૂબ વધુ છે પરંતુ તેમાં પણ મગજની કસરત થાય તેવી ગેમ્સ જો રમવામાં આવે તો બાળકો પણ કુશળ બને છે. આવી કોઈ ઇન્ડોર ગેમ હોય તો ચેસ છે.
ચેસના શોખિન બાળકો માટે “ચેસ ટુર્નામેન્ટ ઓપન ફોર ઓલ”નું આયોજન થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાંથી 9 વર્ષથી 13 વર્ષ સુધીના ટીનેજર ભાગ લઈ શકે છે. ઘણાં એવા ગુજરાતી જીનિયસ છે કે જેઓ ભલભલાને સેકંડવારમાં ચેસની અંદર માત આપી શકે છે પરંતુ તેઓને આગળ વધવા માટે એક પ્લેટફોર્મની જરૂર છે.
આ પ્લેટફોર્મ આપવા અને બાળકોનું કરિયર બનાવવા માટે “તક્ષશિલા ગ્રુપ” આગળ વધી રહ્યું છે. “તક્ષશિલા ગ્રુપ”ના એમ.ડી કમલેશ ગોંડલિયા અને ડિરેક્ટર પાર્થીલ ગોંડલીયાનો તેમાં સિંહ ફાળો છે ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગ ગણાતી તક્ષશિલા એર ખાતે આગામી 27 માર્ચના રોજ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું મેનેજમેન્ટ સ્પેસ કેવ ના અદિતિ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે . અંડર – 9 અને અંડર -13 વય ના 150 જેટલા ખિલાડીઓ ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લેશે. આ સ્પર્ધામાં ચેસના શોખીન બાળકો રજીસ્ટ્રેશન કરાવી શકાશે .
પ્રોત્સાહન આપવાના હેતુથી જુદી જુદી કેટેગરીમાં વિજેતાઓને પ્રાઇઝ આપવામાં આવશે.
જુદી જુદી કેટેગરીમાં ટોપ 3 ખિલાડીઓને ટ્રોફી તથા અન્ય પુરસ્કાર આપવામાં આવશે . તક્ષશિલા ગ્રુપના એમડી કમલેશ ગોંડલિયાએ જણાવ્યું કે તેઓ ચેસની રમત ને આગામી સમયમાં વાર્ષિક ઇવેન્ટ તરીકે યોજી શકે છે અને આ માટે જ રોટેટિંગ ટ્રોફી નું આયોજન રાખેલ છે. તેમજ તેમણે ભવિષ્યમાં અન્ય રમતોની ટુર્નામેન્ટ યોજવાની હોવાની માહિતી આપેલી છે. આ ટુર્નામેન્ટ નું રજીસ્ટ્રેશન તમે મિનરલ ચેસ એકેડમી દ્વારા કરાવી શકાશે.